૪ ગુજરાત ગર્લ્સ બટાલીયન એન.સી.સી. આણંદ દ્વારા રચનાત્મક રીતે થઇ ૨૦માં કારગીલ દિવસની ઉજવણી
શહિદોને સમર્પિત નાટક ભજવીને ગર્લ્સ કેડેટ્સ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી.
આણંદ- કારગીલ યુધ્ધમાં શહીદી વહોરનાર આપણા નરબંકાઓના સન્માનમાં દર વર્ષે ૨૬ જુલાઇના રોજ કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૨૦ માં કારગીલ દિવસની ઉજવણી કરીને શહીદોને શ્રધ્ધાસુમન આપવામાં આવ્યા.
પાકિસ્તાની ધુસણખોરો દ્વારા છીનવાઇ ગયેલ ભારતની કાશમીર પ્રાંતની પ્રમુખ ચોકીઓને ઓપરેશન વિજય દ્વારા ૨૬ જુલાઇ ના રોજ ભારતીય સેનાએ વિજયી બનીને પાછી મેળવી હતી તેમજ ટાઇગર હીલ ઉપર આપણા શૌર્યવીરો દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લામાં પણ આવા વીર શહિદોને સત સત નમન કરીને શ્રધ્ધાંજલિ આપવામાં માટે આણંદ એન.સી.સી. ૪ ગુજરાત ગર્લ્સ બટાલીયન દ્વારા કમાંડર કર્નલ શ્રી રાજેશ યાદવ તથા તેમના સમગ્ર સ્ટાફ અને બીજેવીએમ કોલેજના પ્રિન્સીપાલશ્રી, કેરટેકર ટીના સંધવીના માર્ગદર્શન હેઠળ ગર્લ્સ કેડેટ દ્વારા ખમીરવંતુ, હ્યદયસ્પર્શી એવુ રચનાત્મક નાટક વિધાનગર ખાતે આવેલ શાસ્ત્રીમેદાનના ગૌરવસ્તંભ પાસે ભજવવામાં આવ્યુ હતુ.
આ ઉપરાંત ગો.જે. શારદામંદિરના પ્રિન્સીપાલ શ્રી તેમજ થર્ડ ઓફિસર રેશમા, નલિની કોલેજના કેરટેકર કલ્પનાબેન અને ગર્લ્સ કેડેટ દ્વારા પોસ્ટર હરીફાઇ તેમજ એક ભવ્ય રેલીનું આયોજન કારગિલ વિજયદિવસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યુ હતુ.
એમ.બી. પટેલ સાયન્સ કોલેજ આણંદ દ્વારા કારગીલ દિવિસની થઇ ઉજવણી
તા. ૨૬ જુલાઇના રોજ કારગીલ વિજય દિવસની ઉજવણી સમગ્ર દેશમાં યુધ્ધમાં શહીદ થયેલા યુધ્ધવીરોને શ્રધ્ધાંજલિ આપવા હેતુ કરવામાં આવે છે.આણંદ જિલ્લામાં આવેલી એમ.બી.પટેલ કોલેજમાં ગર્લ્સ કેડેસને ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી તથા પી.પી.ટી. દ્વારા વાસ્તવિક યુધ્ધ ક્ષેત્રમાં વીરજવાનોની કામગીરી , ફરજ, સેવા વગેરે દર્શાવતા પિકચર અને વક્તવ્ય દ્વારા લેફટનન્ટ કોમલ ગોસ્વામી તથા લેફ. કૃતિકાએ કેટેટ્સને ઓપરેશન વિજય અને તેમાં શહીદ થયેલા વીરજાવોને શ્રધ્ધાંજલિ તથા સન્માન આપી યાદ કર્યા હતા.