૪ પ્રેમી રાખનાર કિશોરી સગર્ભા બની જતા ડીએનએ ટેસ્ટ કરાશે
સુરત, સુરતમાં એક વિચિત્ર અને ચર્ચાસ્પદ કિસ્સો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. સુરતના કતારગામની ધો.૧૦ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે ત્રીજા આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સગીરાના ચાર યુવકો સાથે અફેર હોવાનું અને ચારેય કુકર્મ કર્યું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે ચોથા આરોપીની શોધખોળ આદરી છે. ચર્ચાસ્પદ આ કેસમાં સગીરા સગર્ભા હોવાથી બાળકના પિતા નક્કી કરવા પોલીસ તમામના ડીએનએ પરિક્ષણ કરાવશે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામમાં રહેતી ૧૫ વર્ષીય સગીરા ધો.૧૦માં ભણે છે. સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ સોનોગ્રાફી રિપોર્ટ કઢાવતા તેણીને ગર્ભ હોવાનું નિદાન થયું હતું અને સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો. કતારગામ પોલીસે પરિવારજનોને સાથે રાખી સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં પહેલા યશ નામના યુવકનું નામ આપતાં પોલીસે યશની ધરપકડ કરી હતી.
ત્યારબાદ સગીરાએ ધીરજ નામના યુવકે પણ લલચાવી ફોસલાવી કુકર્મ કર્યું હોવાનું બહાર આવતાં પોલીસે ધીરજ ચૌહાણની પણ ધરપકડ કરી હતી. હવે પોલીસ પુછપરછમાં સગીરાએ વધુ બે યુવકોએ તેણીનું શારીરિક શોષણ કર્યું હોવાનું જણાવતાં પોલીસ ચોંકી ગઈ હતી. જે પૈકી પોલીસે અજય રાજુભાઈ નગરાળે (ઉ.વ.૨૧, રહે-છાપરાભાઠા-મૂળ મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી.
આ દરમિયાન સગીરાના ગર્ભમાં કોનું બાળક છે તે જાણવા પોલીસ તમામ આરોપીઓના ડીએનએ માટે સેમ્પલ લેશે. ડીએનએ પરીક્ષણ બાદ સગીરાના ગર્ભમાં કોનું બાળક છે તે સ્પષ્ટ થશે. સગીરાએ ગર્ભવતી હોવા અંગે પોલીસને પહેલા ગોળગોળ ફેરવી હતી. જાે કે, કોઉન્સેલિગ કર્યા બાદ સગીરાએ યશનું નામ આપ્યું હતું. આ મામલે પરિવારજનોની ફરિયાદને આધારે કતારગામ પોલીસે તપાસ શરૂ કરી હતી. આરોપી યશ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તેની પર કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી હતી.SSS