૪ વર્ષથી ડ્રગ્સનું સેવન કરતો હોવાની આર્યનની કબૂલાત
નવી દિલ્હી, શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને લઈ એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. એનસીબીની પુછપરછ દરમિયાન આર્યન ખાને સ્વીકાર્યું છે કે, તે આશરે ૪ વર્ષથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે. ઈન્ટેરોગેશન દરમિયાન આર્યન ખાન સતત રડી પણ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાંથી મળેલા ડ્રગ્સના કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.
આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં સતત પુછપરછ કરવામાં આવી રહી છે અને પુછપરછ દરમિયાન આર્યન માટે પોતાના આંસુઓ પર કાબુ રાખવો અઘરો થઈ ગયો છે અને તે સતત રડી રહ્યો છે. આ દરમિયાન આર્યને સ્વીકાર્યું હતું કે, તે આશરે ૪ વર્ષથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે.
કોર્ટે રવિવારે આ ત્રણેય આરોપીઓને એક દિવસની એનસીબીની કસ્ટડીમાં મોકલ્યા હતા. એનસીબીએ આ કેસમાં વધુ એક શકમંદને કસ્ટડીમાં લીધો છે જેની આજે ધરપકડ કરવામાં આવી શકે છે. એનસીબી તેને કોર્ટમાં પણ રજૂ કરી શકે છે.
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને વરિષ્ઠ વકીલ સતીશ માનશિંદેની પોતાના દીકરા આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરી છે. હાઈપ્રોફાઈલ વકીલ સતીશ માનશિંદે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા લગાવવામાં આવેલા આરોપો વિરૂદ્ધ શાહરૂખના દીકરાનો બચાવ કરશે. સતીશ માનશિંદે અનેક ટોપ બોલિવુડ સેલેબ્સના વકીલ રહી ચુક્યા છે.SSS