૪ વર્ષના NRG બાળકનો જીવ બચાવવા શરૂ કરાયું ગ્લોબલ કેમ્પેઈન
સુરત: યુકેમાં રહેતા ચાર વર્ષના ગુજરાતી બાળકનો જીવ બચાવવા માટે એક ગ્લોબલ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. આનુવંશિક બીમારીના કારણે આ બાળકના બ્લડ સ્ટેમ સેલ ઘટી ગયા છે અને ક્ષતિગ્રસ્ત બોનમેરો યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું. વીર ગુઢકા, જેના માતા-પિતા જામનગરના છે, તે ફન્કોની એનિમિયા નામની બીમારીથી પીડાય છે, અને તેના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે મેચિંગ સ્ટેમ સેલ શોધવા એક કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે.
ભારતની સૌથી મોટી બ્લડ સ્ટેમ સેલ ડોનર્સની રજીસ્ટ્રી ડ્ઢછ્ઇૈંના પ્રાદેશિક હેડ જલ્પા સુખનંદી કહે છે, આ કેમ્પેઈનમાં ભારતમાંથી ૯૪૫ લોકો જેમાંથી મોટાભાગના ગુજરાતી છે, તેમણે સ્ટેમ સેલ ડોનર માટે રજીસ્ટર કરાવ્યું છે. ડોક્ટર્સે કહ્યું છે કે વીરના સ્ટેમ સેલ કેમ્પઈનથી આવેલા ૩.૩ કરોડ સેમ્પલ સાથે મેચ થયા નથી.
૧૯ જુલાઈએ વીરના પિતા નિરવ અને માતા કૃપાએ રાજ્ય અને મુંબઈમાં રહેતી ગુજરાતી કોમ્યુનિટીને સંબોધીને લોકોને સ્ટેમ સેલ ડોનર તરીકે આગળ આવવા માટે અપીલ કરી હતી. કૃપાએ આ કોમ્યુનિટી સંબોધનમાં કહ્યું હતું, મેચિંગ સ્ટેમ સેલ ડોનરની હાલમાં તાત્કાલિક જરૂર છે. અમે સ્ટેમ સેલ ડોનર તરીકે તમારું રજીસ્ટ્રેશન કરાવીને અમારા ૪ વર્ષના બાળકની મદદ કરવા માટે કહી રહ્યા છીએ.
વીરના પેરેન્ટ્સ અને પરિવારના સભ્યો જૈન સમાજમાંથી આવે છે અને તેઓ સોશિયલ મીડિયા પર ઓનલાઈન કેમ્પેઈન ચલાવી રહ્યા છે. વીરના રક્તકણો, શ્વેતકણો અને પ્લેટલેટ્સ ખૂબ જ ઘટી ગયા છે, જેનો મતલબ છે કે તેને તાત્કાલિક બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. સુખનંદી જણાવે છે કે, ‘મેચિંગ ડોનર શોધવામાં આનુવંશિકતા મોટો ભાગ ભજવે છે, આથી મેચિંગ ડોનર તેની પોતાની કોમ્યુનિટીમાં જ મળે તેવા ચાન્સ વધારે છે.’ વીરના અસ્તિત્વ માટે તેને દુનિયાના કોઈપણ ખુણામાંથી મેચિંગ સ્ટેમ સેલ ડોનરની જરૂર છે. કોઈપણ વ્યક્તિ તેનો જીવ બચાવી શકે છે. તેને જીવવા માટે મેચિંગ સ્ટેમ સેલ ડોલર શોધવાની જરૂર છે.
વીરના પિતા એક વીડિયોમાં કહે છે કે, ‘જ્યારે થોડા મહિનાઓ પહેલા તેને સારવાર કરાઈ હતી, અમને લાગ્યું હતું કે તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર નથી, પરંતુ હવે લાગે છે કે તે ઓપ્શન જ બાકી રહ્યો છે. જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ અમને ખૂબ ચિંતા થઈ રહી છે.’