૪ વર્ષની બાળકીને બનાવી હતી હવસનો શિકાર,આરોપી પોલીસ સકંજામાં
સુરત, સુરતમાં વધતી જતી ગુનાખોરી હવે સામાન્ય પ્રજા માટે એક ચિંતાનો વિષય બન્યો છે. અહીયા હત્યા અને દુષ્કર્મ જેવા ગુના તો જાણે કે સામાન્ય વાત થઈ ગઈ છે. દિવસેને દિવસે અહિયા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. થોડાક દિવસો પહેલાજ શહેરમાં એક દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જેમા ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી.
આ મામલે પોલીસે ગંભીરતાથી તપાસ આરંભી અને માત્ર ૧૦ દિવસમાંજ પોલીસે આરોપીની સામે ચાર્જશીટ દાખલ કરી છે. સાથેજ પોલીસે સુરતની સ્પેશિયલ પોકસો કોર્ટમાં સ્પિડી ટ્રાયલ પણ શરૂ કરી દીધું છે. પોલીસે આ કેસમાં એકજ દિવસનાં ૩૫ લોકોના નિવેદન નોંધ્યા છે.
પોલીસે આ મામલે તપાસ આરંભી ત્યારબાદથી તેમણે કુલ ૩૫ લોકોના નિવેદન લીધા અને ત્યારબાદ પોલીસ આરોપી સુધી પહોચી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે બાળકીએ આરોપીને ઓળખી લીધો હતો. જેથી પોલીસે આરોપી હનુમાન નિશાદની ધરપકડ કરીને તેને જેલભેગો કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેને ઝાંડી ઝાંખરામાં ફેકી દીધી હતી. જાેકે બાળકી ત્યાથી મળી આવતા તેને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેથી તે બચી ગઈ. પોલીસે સીસીટીવીને આધારે તપાસ આરંભી હતી. જેમા તેમણે આરોપીને ઝડપી પાડ્યો.HS