૪ વર્ષમાં પાક.માં ૪૦ લાખ ચીનના નાગરિકો કામ કરશે
કરાંચી, ચીન સાથે ગાઢ મિત્રતા હોવાનો દાવો કરતુ પાકિસ્તાન હકીકતમાં ચીનનુ આર્થિક ગુલામ બનવા તરફ આગળ વધી રહ્યુ હોય તેમ લાગે છે. પાકિસ્તાનની હેલ્થ સર્વિસેઝ એકેડમીનુ અનુમાન છે કે, આગામી ચારેક વર્ષમાં પાકિસ્તાનમાં ૪૦ લાખ ચીની નાગરિકો કામ કરતા હશે. ચીનની બહાર કદાચ પાકિસ્તાન જ એક માત્ર એવો દેશ હશે જ્યાં ચીનના લોકો આટલી મોટી સંખ્યામાં કાર્યરત હોય.
ચીન દ્વારા આ માટે તૈયારી ઓ શરૂ કરી દેવાઈ છે. ચીને પાકિસ્તાનને તેના હેલ્થ સેકટરને સુધારવા માટે કહ્યુ છે. જેથી ચીનના નાગરિકોને ભવિષ્યમાં જરૂર પડે તો સારી રીતે સારવાર મળી શકે. ચીનની સેંકડો કંપનીઓ હાલમાં ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં કામ કરી રહી છે અને આ કંપનીઓની સાથે સાથે તેના કર્મચારીઓ પણ પાકિસ્તાનમાં આવી રહ્યા છે.
ચીન આ યોજનામાં ૬૦ અબજ ડોલરનુ રોકાણ કરી રહ્યુ છે. જાેકે આ યોજના હેઠળ પાકિસ્તાન એ ચીનની કોલોની બની જાય તેવો ડર પણ કેટલાકને સતાવી રહ્યો છે.
ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ચીનના ડ્રીમ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડનો મહત્વનો હિસ્સો છે. હાલમાં પાકિસ્તાન પર ૯૦ અબજ ડોલરનુ વિદેશી દેવુ છે અને તેમાંથી ૨૪ અબજ ડોલર તો ખાલી ચીનનુ જ દેવુ છે. જાેકે ચીનને હવે પોતાના નાગરિકો પર આતંકી હુમલાનો પણ ડર લાગી રહ્યો છે અને તે પોતાના નાગરિકો માટે ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવા માટેની યોજના પર વિચાર કરી રહ્યુ છે.
બીજી તરફ ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરની ધીમી કામગીરીથી પણ ચીન નારાજ છે અને આ નારાજગી ચીન વાકિસ્તાન સમક્ષ વ્યક્ત પણ કરી ચુકયું છે.SSS