૪ વર્ષીય છોકરી સાથે ૯ નરાધમોએ ૪ વર્ષમાં ૨ વખત ગેંગરેપ કર્યો
જશપુર, છત્તીસગઢના જશપુરમાં એક સગીર આદિવાસી છોકરી સાથેની ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવી છે. છોકરીની ઉંમર માત્ર ૧૪ વર્ષ છે. ઘટનાની તપાસ કરી રહેલી પોલીસ ત્યારે હેરાન રહી ગઈ જ્યારે છોકરીએ જણાવ્યું કે તેની સાથે ૧૦ વર્ષની ઉંમરમાં પણ ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવી ચૂક્યો છે. પોલીસે ગેંગરેપની બંને ઘટનાઓમાં કેસ દાખલ કરી લીધો છે.
કેસમાં ૧૧ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે જેમાં એક સગીર પણ છે. બંને ઘટનામાં ૯ લોકો દ્વારા દુષ્કર્મની ઘટનાને અંજામ અપવાં આવ્યો છે.
તેમાંથી ૩ આરોપી બંને ઘટનામાં સામેલ રહ્યા છે એ સિવાય ૨ અન્ય લોકો પર ઘટનામાં ૨૦૦-૨૦૦ રૂપિયા લઈને પુરાવા છુપાવવાનો આરોપ છે. ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ બગીચા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં લગ્ન સમારોહમાં સામેલ થવા ગયેલી ૧૪ વર્ષીય સગીર છોકરી સાથે એક સગીર સહિત ૬ લોકોએ ગેંગરેપ કર્યો. ત્યારબાદ પીડિતાને બગીચા હૉસ્પિટલે લઈ જવામાં આવી અને ત્યાંથી સારવાર માટે જશપુર જિલ્લા ચિકિત્સાલયે રેફર કરી દેવામાં આવી.
આ ઘટનામાં તપાસ દરમિયાન પીડિતાએ પોલીસને વર્ષ ૨૦૧૮મા પણ તેની સાથે ગેંગરેપ થવાની જાણકારી આપી હતી ત્યારબાદ પોલીસ અલગ અલગ બે ગેંગરેપના કેસ નોંધ્યા હતા. વર્ષ ૨૦૧૮ની ગેંગરેપના કેસમાં પોલીસે ૨ લોકોને તો ૧૭ ફેબ્રુઆરીના રોજ ગેંગરેપના બધા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તો આ કેસમાં પુરાવા છુપાવવાના આરોપમાં ૨ લોકોને પોલીસે ધરપકડ કરી છે.
હવે આ કેસે ફરી જાેર પકડ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદેવ સાયનું કહેવું છે કે રાજ્યમાં જ્યારથી કોંગ્રેસ સરકાર આવી છે ત્યારથી રાજ્યમાં દુષ્કર્મના કેસ વધ્યા છે.
સાંસદ ગોમતી સાયે પણ આ કેસ પર રાજ્ય સરકારને આડે હાથ લીધી છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત નથી. સરકાર મહિલાઓની સુરક્ષામાં નિષ્ફળ રહી છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ ભઘેલે રાજીનામું આપી દેવું જાેઈએ. તો રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના પૂર્વ અધ્યક્ષ નંદકુમાર સાયે આદિવાસી છોકરી સાથે ગેંગરેપની ઘટનાને દુઃખદ અને નિંદનીય બતાવી છે.
તેમણે આ ઘટનાને સરકારની મોટી નિષ્ફળતા બતાવી છે. એક રિપોર્ટ મુજબ પોલીસ સ્ટેશનના બગીચા ચોંકી પણ્ડરાપાઠના ૧૭ ફેબ્રુઆરીના રોજ ગેંગરેપના કેસમાં કલમ ૩૭૬, ૩૨૩, ૫૦૬, ૪ અને ૬ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસમાં જુગેશ્વર રામ (ઉંમર ૨૪ વર્ષ), ચુડર રામ (ઉંમર ૩૦ વર્ષ), વીરેન્દ્ર રામ (ઉંમર ૩૦ વર્ષ), દીપૂ (ઉંમર ૩૨ વર્ષ) પારસ ઉર્ફે તેલૂ (ઉંમર ૧૯ વર્ષ) સહિત એક ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. એ સિવાય ૧૯ એપ્રિલ ૨૦૧૮ના ગેંગેરપ કેસમાં ચુડર પેકરા (ઉંમર ૩૦ વર્ષ), પારસ ઉર્ફે તેલૂ, રૂપસાય રાજવાડે, ફગુઆ રામ અને લાલચંદ ઉર્ફે દીપૂ રામ (ઉંમર ૩૨ વર્ષ)ની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં સુદર્શન રામ અને સંતોષ રામ પર ૨૦૦-૨૦૦ રૂપિયા લઈને પુરાવા છુપાવવાનો આરોપ છે. કેસમાં આરોપીઓની ધરપકડ કરીને ન્યાયિક રિમાન્ડ પર જેલ મોકલી દેવામાં આવ્યા છે.HS