૫ાલિતાણામાં ફાયર સેફટીના નામે લોલમલોલ: યાત્રિકોની સલામતી રામભરોસે
યાત્રાધામ પાલિતાણામાં મોટાભાગની ધર્મશાળા ચાર, પાંચ કે છ માળ ધરાવે છે. આગ લાગે ત્યારે કલ્પના પણ ન થઈ શકે એ હદે નુકશાન થવાની સંભાવના રહેલી છે.
પાલિતાણા, પાલિતાણાની હોસ્પીટલો, ધર્મશાળાઓ, બહુમાળી ઈમારતો, ગેસ્ટહાઉસ કે શાળામાં ફાયર સેફટીના કોઈ નિયમનુૃં પાલન કરાતુ ન હોવાનુૃ બહાર આવ્યુ છે. અમુક ધર્મશાળાઓ કે હોસ્પીટલમાં તો ફાયર સેફટીના સાધનો પણ મુકાયા નથી.
શહેરની મોટાભાગની ધર્મશાળાઓમાં ફાયર સેફટીના મામલે લોલમલોલ ચાલી રહી છે. અમુક ધર્મશાળાઓ તો વર્ષો પુરાણા સાધનો કે જે એક્ષપાઈરી ડેટ વાળા હોય એવા લટકાવવામાં આવ્યા છે. આ બાબતે નગરપાલિકા તંત્રએ ક્યારેય કોઈપણ જાતની તપાસ કરી નથી અને આ બધુ ચલાવ્યે જ રાખ્યુ છે.
સરકારી નિયમ મુજબ શાળા, ધર્મશાળા, દવાખાના કે ગેસ્ટહાઉસ, બહુમાળી ઈમારતોમાં દરેક રૂમમાં ફાયર સેફટીના સાધનો હોવા જરૂરી છે. જેથી આગનો બનાવ બને તો સલામતી જાળવી શકાય. પણ પાલિતાણામાં અમુક સંસ્થાઓ દવાખાના કે ધર્મશાળામાં આવા નિયમનો ઉલાળીયો મારવામાં આવી રહ્યો છે.
યાત્રાધામ હોવાથી પાલિતાણામાં અનેક ધર્મશાળાઓ ધમધમી રહી છે. પણ આવી ધર્મશાળામાં દરેક રૂમમાૃ ફાયર સેફટીના સાધનોનો સંપૂર્ણ અભાવ જાેવા મળે છે. આથી યાત્રિકોની સલામતી પણ રામભરોસે છે. શહેરમાં મોટાભાગની ધર્મશાળા ચાર, પાંચ કે છ માળ ધરાવે છે. આગ લાગે ત્યારે કલ્પના પણ ન થઈ શકે એ હદે નુકશાન થવાની સંભાવના રહેલી છે.
ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એેન્ડ લાઈફ સેફટી મેજર્સ એક્ટ ર૦૧૩ ની જાેગવાઈ મુજબ જે મકાન, દવાખાના, શાળા, ધર્મશાળા, બહુમાળી ઈમારતોમાં ફાયર સિસ્ટમ અનિવાર્ય છે. પાલિકા પાસે ઇન્સ્પેકશન કરાવી સર્ટીફિકેટ મેળવવુૃ ફરજીયાત છે. પણ આ નિયમનો કોઈને ખ્યાલ ન હોય એવી સ્થિતિ પ્રવર્તે છે. બીજી બાજુે નગરપાલિકા ક્યારેય ચેકીંગ પણ કરતી નથી.
નગરપાલિકામાં પણ પૂરતા સાધનો નથી.
ખાનગી કે જાહેર ધર્મશાળા કે સંસ્થાઓમાં ફાયર સેફટીના સાધનો પણ હોય એવુૃં બને પણ આ તો પાલિતાના નગરપાલિકા પાસે પણ ફાયર સેફટીના સાધનો નથી. વૉટર બાઉઝર, એક મીની વૉટર બાઉઝર એક અને બુલેટ એક છે. શહેરની વસ્તી ૭પ હજારની છે. અનેક બહુમાળી ઈમારતો આવેલી છે પણ ફાયર ફાયટર માત્ર ત્રણ માળ સુધી જ પાણીનો છંટકાવ કરી શકે એવી સ્થિતિમાં છે.