૫૦૦૦૦ રૂપિયા ઉંદરોએ કાતરી ખાતા બેન્કે નોટો બદલી આપવાની ના પાડી
ચેન્નાઇ, તામિલનાડુના કોઇમ્બતુર વિસ્તારના વેલિગાડુ ગામના એક ખેડુતની પરસેવાની કમાણી ઉંદરો કાતરી ગયા હોવાની ચોંકાવનારી માહીતી મળી હતી. આ ખેડુતે કેળાં વેચીને લગભગ ૫૦,૦૦૦ રૂપિયાની કાણી કરી હતી. તેણે આ રકમ એક સુતરાઉ થેલીમાં ભરીને પોતાના કાચા ઘર (ઝુંપડી) માં રાખ્યા હતા, પણ એ થેલીમાં રહેલી ચલણી નોટો ઉંદરો કાતરી ગયા હતા. ખેડૂતે બેન્કમાં જઇને મદદ માંગતા બેન્કે નોટ બદલી આપવાનો સાફ નનૈયો ભણ્યો હતો.
આમ ખેડુતની કમાણી લગભગ નષ્ટ થઇ ગઇ છે. ૫૬ વર્ષના રાનાગરાજ આ ઘટનાથી લગભગ પાગલ જેવા થઇ ગયા છે. સુતરાઉ થેલીમાં ભરેલી ૨૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો ઉંદરોએ મોજથી કાતરી નાખી હતી. હજી તો ગયા સપ્તાહે જે તેણે પોતાના ખેતરમાં ઉગાડેલાં કેળા વેચીને આ કમાણી કરી હતી. હવે રાનાગરાજ અન્ય કોઇ રીતે આ નોટો બદલી શકાય એવા પ્રયાસમાં વ્યસ્ત છે.