૫૦૦ વર્ષ જુના અસારવા નિલકંઠ મહાદેવ ખાતે યોજાનારો સુપ્રદ્ધિ લોકમેળો
(તસવીરઃ જયેશ મોદી) અસારવામાં આવેલ સુપ્રસિદ્ધ નિલકંઠ મહાદેવ અને માતર ભવાની વાવ ખાતે પરંપરાગત રીતે શ્રાવણ માસના છેલ્લા દિવસે શ્રાવણી અમાસનો મેળો ભરાય છે. આ મેળો તા. ૩૦-૮-૨૦૧૯ શુક્રવારના રોજ યોજાનાર છે. આ મેળામાં હજારોની સંખ્યામાં અમદાવાદ શહેર, જીલ્લા અને આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. જે સુંદર મજાનું ધાર્મિક અને ભાઈચારાનું આબે હુબ દ્રશ્ય જોવા મળે છે.
આ દિવસે નિલકંઠ મહાદેવમાં શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણ દ્વારા મહામૃત્યુંજય શ્લોક દ્વારા સવાલાખ બિલિપત્રો ભગવાન શીવજીને ચઢશે અને બપોરે ૧૨-૦૦ વાગ્યે મંગલા આરતી થશે. આ મંગલા આરતીનું મહત્વ ધાર્મિક રીતે ખૂબજ મહત્વ ગણાય છે એજ રીતે માતર ભવાની વાવ ખાતે પણ ધાર્મિક વિધિ થાય છે. આ દિવસે વાવમાં જવા માટેના દ્વાર માત્રી માતાના દર્શન માટે ખુલ્લા રખાય છે.
જહાંગીરપુરા યુથ સર્કલના પ્રમુખ શ્રી આ દિવસે જહાંગીરપુરા ચોકમાં ઠંડાપાણીની પરબ અને ઈન્કવાયરી ઓફિસ તથા અસારવા ચકલા ખાતે અસારવા યુથ સર્કલ દ્વારા ઠંડા પાણીની પરબ અને ઈન્કવાયરી ઓફિસનું આયોજન અને નિલકંઠ મહાદેવ ખાતે નિલકંઠ મિત્ર મંડળ તેમજ ઠાકોર યુવા મંડળ, અસારવા રાજપૂત પરિવાર, ક્ષત્રિય મંડળ અને સ્થાનિક મંડળો દ્વારા પીવાના ઠંડા પાણી, સરબતની પરબો આ દિવસે બંધાય છે. ચકડોળ, ખાણી પીણીના સ્ટોલ, રમકડાંના સ્ટોલ વગેરે મોટી સંખ્યામાં આ દિવસે મુકાય છે.