૫૦ ટકા ભારતીય અમેરિકી ટ્રંપના પક્ષમાં મતદાન કરશે: સર્વે
વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણીમાં ભારતીય અમેરિકી ૧૨ કારણોથી ડોનાલ્ડ ટ્રંપના સમર્થનમાં આગળ આવ્યા છે જેમાંથી એક કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તેમની દોસ્તી છે. ટ્રંપની ચુંટણી પ્રચાર અભિયાનમાં લાગેલ એક ટીમ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણમાં આ દાવો કરવામાં આવ્યો છે.
ટ્રંપ વિકટ્રી ઇડિયન અમેરિકન ફાઇનેંસ કમિટિના સહ અધ્યક્ષ અલ મૈસન અને તેમની ટીમના સર્વે અનુસાર દેશના પૂર્વ રાષ્ટ્રપતિઓ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જાે બિડેનના વિપરીત ટ્રંપ પ્રશાસન ભારતના આંતરિક મામલો ખાસ કરીને કાશ્મીર જેવા મામલાથી દુર રહ્યાં છે.આ ઉપરાંત વૈશ્વિક મંચ પર ભારતનો દરજજાેે ઉચા કરવામાં ટ્રંપની સ્પષ્ટ ભૂમિકા એક અન્ય મુખ્ય મહત્વપૂર્ણ છે સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આ મુખ્ય રીતે ટ્રંપ મોદી ફેકટરની બાબતમાં છે.
ભારતીય અમેરિકિયોના ખુબ હદ સુધી એ માનવુ છે કે આગામી ચાર વર્ષમાં મોદી અને ટ્રંપ મળી કામ કરવાથી વૈશ્વિક મંચપર ચીનને રોકવામાં મદદ મળશે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે ચીનની વિરૂધ્ધ ટ્રંપના કડક વલણ દેશને યુધ્ધની સ્થિતિમાં લઇ જવાની જગ્યાએ શાંતિ કાયમ કરવાના પ્રયાસ કરવા કોવિડ ૧૯ પહેલા અમેરિકાનો આર્થિક પુનરૂદ્ધાર અને વૈશ્વિક મહામારીથી યોગ્ય પધ્ધતિથી ઉકેલ વગેરેના કારણ ભારતીય અમેરિકી ટ્રંપ તરફથી આકર્ષિત થઇ રહ્યાં છે.
તેમાં કહેવામાં આવ્યું છેકે ટ્રંપ વૈશ્વિક મંચ પર ભારતનો દરજજાે વધાર્યો છે ચોક્કસ પણે તેને શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાને લઇ દક્ષ નીતિને જાય છે ભારત અને અમેરિકતાના સંબંધ મજબુત છે ભારત અને અમેરિકાની વચ્ચે મજબુત સંબંધનો શ્રેય ટ્રંપ અને મોદીને જાય છે.સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દરેક ભારતીય અમેરિકીના માતા પિતા ભાઇ બેન મિત્રછે કે કોઇ કારોબર છે તે ઇચ્છે છે કે ભારતનું સમ્માન થાય અને તેની ચીનથી રક્ષા થાય ટ્રંપ એવુ કરી શકે છે તેમને ડર છે કે ટ્રપની ગેરહાજરીમાં ચીન ભારતની સાથે યુધ્ધ શરૂ કરી શકે છે સંભવિત ભારતીય અમેરિકી મતદારોમાંથી ૫૦ ટકા મતદારો ટ્રંપના પક્ષમાં મતદાન કરશે.HS