૫૦ દિવસથી રસ્તો બંધ, શાહીનબાગ ખાલી કરાવવા હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ
નવી દિલ્હી, શાહીનબાગમાં ચાલી રહેલા સીએએ વિરોધી ધરણાના કારણે દિલ્હી અને નોએડાને જોડતો મહત્વનો રોડ પચાસ દિવસથી બંધ છે અને લાખો લોકો પરેશાન થઈ રહ્યા છે. હવે આ વિસ્તારમાંથી દેખાવકારોને હટાવવા માટે ભાજપના નેતા નંદકિશોર ગર્ગે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરીને તેના પર તત્કાલ સુનાવણી કરવાની અપીલ કરી છે. જોકે કોર્ટે તેમને જેમની પાસે પિટિશન કરી છે તેમની પાસે જવાનુ કહ્યુ છે.
આ પહેલા પણ ૩૫ વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં શાહીનબાગ પ્રદર્શન સામે અરજી કરી ચુક્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, પ્રદર્શનના કારણે બોર્ડ પરીક્ષાની તૈયારીઓમાં મુશ્કેલીઓ આવી રહી છે. હાઈકોર્ટે પોલીસને આ મામલે એક્શન લેવાનો હુકમ કર્યો હતો.પિટિશનમાં કહેવાયુ હતુ કે, કાલિંદી કુજથી શાહીનબાગ થઈને જતા પરીક્ષાર્થીઓને બોર્ડ પરીક્ષા વખતે મુશ્કેલીનો સામનો કરવો પડશે.