૫૦ વર્ષ જૂની મક્તમપુરની જર્જરિત પાણીની ટાંકીને ઉતારી લેવા માટે આદેશ
ગતરોજ જર્જરિત પાણી ના ટાંકીના દાદર ધસી પડયા જેથી આવનાર સમય માં કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે લેવાયો નિર્ણય.
ભરૂચ, ભરૂચ નગર પાલિકા ના વોર્ડ નંબર ૫ અને ૬ ના લોકો ને પાણી નો પુરવઠો પૂરો પાડતી ટાંકી અત્યંત જર્જરિત થઈ જતા તેમજ તેનો કેટલોક હિસ્સો ધરાશય થતા સમગ્ર જર્જરિત પાણી ની ટાંકી ને ઉતારી લેવા ભરૂચ નગર પાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીએ મીડિયા સમક્ષ આદેશ આપ્યા છે.
ભરૂચના જ્યોતિ નગર સ્થિત મક્તમપુર ફિલ્ટરેશન પ્લાન્ટ ની ૫૦ વર્ષ જૂની અને પૂર્વ પટ્ટીના નગર પાલિકા ના વોર્ડ નંબર ૫ અને ૬ ના લોકો ને પાણી પુરવઠો પૂરું પાડતી પાણી ની ટાંકી અત્યંત જર્જરિત થઈ જવા સાથે પાણી ની ટાંકીના દાદર ગતરોજ ધસી પડતાં આસપાસ ના રહીશો માં ફફડાટ સાથે જર્જરિત ટાંકી સોસાયટીના રહેણાંક વિસ્તાર તરફ નમી જતા લોકો માં ભય ઉભો થતાં આજરોજ ભરૂચ નગર પાલિકા એ સમગ્ર જર્જરિત પાણી ની ટાંકી ને ઉતારી લેવાના પ્રયાસના ભાગરૂપે આવનાર પંદર દિવસ માં આ જર્જરિત ટાંકી ને ઉતારી લેવા માટે ભરૂચ નગર પાલિકા ના ચીફ ઓફિસર સંજય સોની એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જર્જરિત ટાંકી ના દાદર ગતરોજ ધરાશય થયા બાદ પાલિકા ઊંઘ માંથી જાગી હોય તેમ આજરોજ ટાંકી તે ઉતારી લેવા આદેશ આપ્યા છે પરંતુ આ ટાંકી ને વહેલી તકે ઉતારી લેવામાં આવે તો કોઈ મોટી હોનારત થતી અટકી શકે છે અને જો પાલિકા દ્વારા તેમાં ઉદાસીનતા દાખવામાં આવશે તો કોઈ નિર્દોષ ના જીવ જશે તે વાત પણ નકારી શકાય નહિ.