૫૦ વૃદ્ધો ૨૫ દિવસથી રોજ મેળવી રહ્યા છે ભોજન
લોકડાઉનની પરિસ્થિતિને કારણે શેલા ગ્રામ પંચાયત દ્વારા જરૂરિયાતમંદોને રાશન અને ફૂડ પેકેટ નિયમિત આપવામાં આવી રહ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશબાબુના જણાવ્યા મુજબ શેલા ગામમાં વિદેશથી આવેલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૧૧ પરિવાર હોમ ક્વોરન્ટિન છે અને ૫૦ જેટલા વૃદ્ધો એકલા રહે છે. છેલ્લા ૨૫ દિવસથી આ તમામ પરિવારોને રાશન અને વૃદ્ધોને ફુડ પેકેટ ક્લબો-ઓ -સેવનના સહકારથી નિયમિત આપવામાં આવી રહ્યા છે.