Western Times News

Gujarati News

૫૪૭ મદદનીશ શિક્ષકોને જિલ્લા-આંતરિક ફેરબદલીનો લાભ અપાયો

ગાંધીનગર, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના સતત માર્ગદર્શનમાં સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા ૫૪૭ મદદનીશ શિક્ષકો-શિક્ષણ સહાયકોને વિવિધ ત્રણ બદલી કેમ્પમાં જિલ્લા ફેરબદલી અને આંતરિક ફેરબદલીના લાભ આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની શાળાઓની કચેરીના કમિશનર શાલિની દુહાનના હસ્તે સ્થળ પર જ શિક્ષકોને બદલીના ઓર્ડર આપવામાં આવ્યા હતા તેમ નિયામકશ્રી શાળાઓની કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

નિયામક શાળાઓની કચેરીના માર્ગદર્શનમાં આ અગાઉ તા.૬ જૂન-૨૦૨૨ના રોજ STTI,, ગાંધીનગર ખાતે મદદનીશ શિક્ષણ નિરીક્ષક માટે રાજ્ય કક્ષાના બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓની કુલ ૩૦ ખાલી જગ્યાઓમાંથી ૨૭ જગ્યાઓ ભરવામાં આવી છે. રાજ્યના કુલ મહેકમ ૨૧૦માંથી ૨૦૭ જગ્યાનો હાલના તબક્કે ભરાયેલી છે, જે સમગ્ર શિક્ષણ વિભાગ માટે ગૌરવની વાત છે.

અગાઉ જિલ્લા આંતરિક ફે૨બદલી કેમ્પ તા.૧૦ મે-થી ૨૧મે-૨૦૨૨ સુધી દરેક જિલ્લામાં યોજાયા હતાં, જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૨૨૨ ઉમેદવારો પૈકી ૧૩૧ ઉમેદવારોએ જ્યારે માધ્યમિક વિભાગમાં ૭૫૧ ઉમેદવારો પૈકી ૨૩૮ ઉમેદવારોએ જિલ્લા આંતરિક ફેરબદલીનો લાભ લીધો હતો.વધુમાં તા.૮ જૂન-૨૦૨૨ના રોજ અમદાવાદના સાણંદ ખાતે યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે રાજ્ય કક્ષાના જિલ્લા ફેરબદલી કેમ્પમાં વિવિધ ૧૬ વિષયોની ખાલી જગ્યાઓ ઉપર કુલ ૪૪૮ હાજ૨ શિક્ષકો પૈકી કુલ ૨૦૩ ઉમેવારોએ સ્થળ પસંદગીથી જિલ્લા ફેરબદલીનો લાભ લીધો હતો.

જ્યારે તા.૯-જૂન ૨૦૨૨ના રોજ માધ્યમિક વિભાગના વિવિધ ૦૭ વિષયોની ખાલી જગ્યાઓ ઉપર કુલ ૭૮૯ હાજર શિક્ષકો પૈકી કુલ ૩૧૭ શિક્ષકોએ જિલ્લા ફેરબદલી કેમ્પનો લાભ લીધો હતો. જાન્યુઆરી ૨૦૨૦ પછી કોવિડ-૧૯ના કા૨ણે ઘણા લાંબા સમય સુધી કેમ્પનું આયોજન થયેલ ન હોવાથી આ વર્ષે વેકેશનના સમયગાળામાં જ જિલ્લા ફેરબદલી કેમ્પ યોજવામાં આવેલ જેથી શાળાઓ ખૂલતાં નવા સત્રથી શાળાઓમાં શિક્ષકો અતિ ઉત્સાહથી વધુ સારું કામ કરી શકશે.

યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ રાજ્ય કક્ષાના આ કેમ્પમાં વિધવા, દિવ્યાંગ,સ૨કારી શિક્ષક દંપતિ, સ૨કારી દંપતિ, તબીબી કારણસર, ગ્રાન્ટેડ શાળાઓ અને બોર્ડ-કોર્પોરેશન-નિગમમાં ફરજ બજાવતાં દંપતિને પણ આ કેમ્પમાં અગ્રતાનો લાભ આપવામાં આવ્યો. જેમાં જિલ્લા ફેરબદલી સ્વીકારનાર ઉમેદવારોને કેમ્પના દિવસે અને કેમ્પના સ્થળે જ ફેરબદલીના આદેશ સુપરત કરવામાં આવ્યા હતાં. શિક્ષકોની જિલા ફેરબદલી માટેની તમામ અરજીઓ સિનિયોરીટી મુજબ ગોઠવી સંપૂર્ણ પારદર્શક રીતે સમગ્ર કેમ્પનું સુચારુ અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.