Western Times News

Gujarati News

૫૫ વર્ષીય મહિલાના પેટમાંથી શસ્ત્રક્રિયા બાદ ૭.૫ કિલોની ગાંઠ કાઢવામાં આવી

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: છેલ્લા ત્રણ થી વધુ દાયકાથી ઝઘડિયા ખાતે સેવા રૂરલ દ્વારા આરોગ્ય સેવા આપવામાં આવે છે.સેવા રૂરલ આરોગ્ય ક્ષેત્ર દિવસે દિવસે અને ખાસ કરીને ભરૂચ,નર્મદા, સુરત તેમજ મહારાષ્ટ્રના સરહદ નાઆદીવાસી વિસ્તારમાં વધતુ જાય છે.

આંખ વિગેરેના ઓપરેશન માટે સરહદ પારથી પણ દર્દીઓ ઝઘડિયા સેવા રૂરલ ખાતે સારવાર માટે આવે છે.હાલમાં ગત સપ્તાહે  મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના અકલકુવાની નેસુબેન સુકલભાઇ વસાવે ગંભીર સમસ્યા લઇ ગત સપ્તાહે હોસ્પિટલ ખાતે આવ્યા હતા.

તેમને કસ્તુરબા હોસ્પિટલમાં સ્ત્રી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. સેવા રૂરલના તબીબો નિદાન કરી અને તેના રિપોર્ટ પ્રમાણે તેમણે અંડાશયના કેન્સર હોવાનુ જાણવા મળ્યું હતું, જેથી સેવા રૂરલ દ્વારા દર્દીને બીજી કોઈ હોસ્પિટલમાં ખસેડવા માટે જણાવ્યું હતું,

પરંતુ દર્દીનુ આર્થિક પાસુ નબળું હોય તેઓએ સેવા રૂરલમાં જ જે સારવાર થાય તે કરવાની જીદ કરી અને કહ્યું કે તમારે જે કરવું હોય તે અહીં જ કરો તેમ કહી સેવા રૂરલ ખાતે હોસ્પિટલમાં દાખલ થયા હતા.સેવા રૂરલના તબીબોની ટીમે આ જટિલ શસ્ત્રક્રિયા સફળ બનાવી હતી.મહિલા પેટમાંથી ૭.૫ કિલોની ગાંઠ સફળતાપૂર્વક કાઢી હતી.સેવા રૂરલ દ્વારા નેશુબેન વસાવે ના તમામ હોસ્પિટલ ના બિલ સેવા રૂરલ દ્વારા માફ કરી આપવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.