૫૫ વર્ષ બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલ લિંક ફરીથી શરૂઆત કરાઇ
નવીદિલ્હી, વડાપ્રધાન નરેેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વચ્ચે આજે વચ્ર્યુઅલ માધ્યમથી શીખર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દ્વિપક્ષીય વાર્તાલાપનો મુખ્ય હેતુ દ્વિપક્ષીય સંબંધોે સુદ્ઢ કરવાની સાથે સાથે કોવિડ બાદની સ્થિતિમાં મજબુત સંબંધોનો વિસ્તાર કરવા બાબતોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી બંન્ને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય વેપાર ક્ષેત્રે આદાન પ્રદાન થઇ રહ્યું છે ગત વર્ષે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે આવ્યા હતાં મુુજીબ બોરશોના એતિહાસીક પ્રસંગે મોદીએ એક વીડિયો સંદેશ દ્વારા શુભકામના પાઠવી હતી.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશને વિશ્વાસ અપાવ્યો હતો કે કોરોનાકાળમાં બાંગ્લાદેશ ભારતની પ્રાથમિકતાઓમાં સામેલ છે આ સિવાય ચિલ્હાટી હલ્દીબાડી રેવ લિંકની શરૂઆત કરવામાં આવી છે આ સાથે જ બંન્ને દેશો વચ્ચે એમઓયુ પણ સાઇન કરવામાં આવ્યા છે.
મોદીએ કહ્યું હતું કે બંન્ને દેશો લાંબા સમયથી વચ્ર્યુઅલ માધ્યમથી જાેડાયેલા છે અને વિજય દિવસ બાદ આ મુલાકાત અતિમહત્વની છે પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે બાંગ્લાદેશ સાથે સંબંધોમાં મજબુતી લાવવી એ અમારી પ્રાથમિકતા છે તથા કોરોનાકાળમાં ભારત બાંગ્લાદેશ સહયોગ ખુબ સારો રહ્યો વેકિસનના કામમાં પણ બંન્નેનો સહયોગ બનેલો છે ભારત હંમેશા બંગબંધુઓનું સન્માન કરે છે.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે બંન્ને દેશ વિજય દિવસ મનાવી રહ્યાં છે અને કોરોનાકાળમાં બંન્ને દેશો એકબીજાની નજીક આવતા રહ્યાં છે સંબંધો વધુ મજબુત બન્યા છે આગામી સમયમાં ભારત દુનિયાના અર્થતંત્રમાં એક મહત્વની ભૂમિકા નિભવાશે એ યાદ રહે કે વડાપ્રધાન હસીનાએ પોતાના સંબોધનમાં ૧૯૭૧ના યુધ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી અને યુધ્ધ દરમિયાન તેમના પરિવારની મુશ્કેલીઓનું પણ વર્ણન કર્યું હતું.HS