૫૫ સેલિબ્રિટી કોરોના સંક્રમિત: કરનની પાર્ટી, બની સુપર-સ્પ્રેડર ઇવેન્ટ
મુંબઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કોઇ પાર્ટીનો ઉલ્લેખ થાય છે તો ફેમસ ડિરેક્ટર કરન જાેહરનું નામ સૌનાં મોઢે આવે જ છે. કરણ જાેહરે હાલમાં તેનાં મિત્રોને માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. તેણે તેનો ૫૦મો જન્મ દિવસ ઉજવ્યો હતો જેમાં સેલિબ્રિટીએ હાજરી આપી હતી. પણ તેની પાર્ટીઓ ઘણી વખત કોન્ટ્રોવર્સી ક્રિએટ કરે છે. કરણની પાર્ટી ક્યારેક કોરોના તો ક્યારેક ડ્રગ્સની ખબરને કારણે ચર્ચામાંર હે છે.
તો ફરી એક વખત કરન જાેહર તેની પાર્ટી માટે ચર્ચામાં આવ્યો છે.કરણે તેનો ૫૦મો જન્મ દિવસ અંધેરી વેસ્ટમાં તેનાં જ સ્ટૂડિઓમાં ઉજવ્યો હતો જેમાં રિતિક રોશન, કેટરીના કૈફ, કિયારા અડવાણી, જાહ્નવી કપૂર, મલાઇકા અરોરા અને કરીના કપૂર ખાન જેવા મોટા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.હવે મળતી માહિતી મુજબ, કરનની પાર્ટીમાં ફરી કોરોના વિસ્ફોટ થયો છે. અને ૫૦થી ૫૫ લોકો સંક્રમિત થયા છે.
આ ખબર સાંભળ્યા બાદ એ કહેવું કંઇ જ ખોટું નથી કે કરન જાેહરની પાર્ટી લગ્નનાં લાડુ જેવી છે. જે ખાય તે પછતાય જે ના ખાય તે લલચાય..બોલિવૂડ તડકાનાં રિપોર્ટ અનુસાર, આ સ્ટાર્સ બદનામીનાં ડરથી તેનાં કોવિડ પોઝિટિવ થવા પર રિવીલ નથી કરી રહ્યાં. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કરન જાેહરનાં ઘણાં મિત્રો સંક્રમિત થયા છે. તેમાં મોટાભાગનાં લોકોએ કોરોના પોઝિટિવ હોવા પર કોઇ ખુલાસો કર્યો નથી.
આ કહેવું મુશ્કેલ છે કે, સ્ટાર્સમાં સંક્રમણ કોણે ફેલાવ્યું. પણ રિપોર્ટ મુજબ કાર્તિક આર્યન સાથે પ્રોમોશન કરી રહેલી એક્ટ્રેસ દ્વારા આ વાયરલ સૌમાં ફેલાયો છે. કથિત રીતે કિયારા અડવાણી જણાવવામાં આવી રહી છે. તે કાર્તિક આર્યન સાથે ‘ભૂલ ભુલૈયા-૨’નું પ્રમોશન કરી રહી હતી.ss1kp