Western Times News

Gujarati News

૫૬ વર્ષીય અભિનેતા પ્રકાશ રાજેએ બીજીવાર લગ્ન કર્યા

મુંબઇ, બોલિવૂડ ફિલ્મ ‘સિંઘમ’માં જયકાંત શિકરેનો રોલ પ્લે કરીને લોકપ્રિય થનાર પ્રકાશ રાજે ૨૪ ઓગસ્ટના રોજ બીજીવાર લગ્ન કર્યા હતા. આ દિવસે પ્રકાશ રાજની ૧૧મી વેડિંગ એનિવર્સરી હતી. પ્રકાશ રાજે અન્ય કોઈ યુવતી સાથે નહીં, પરંતુ પત્ની સાથે જ બીજીવાર લગ્ન કર્યા છે. પ્રકાશ રાજે દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે આ લગ્ન કર્યાં છે.

પ્રકાશ રાજ હાલમાં મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયીન સેલવન’ના શૂટિંગ અર્થે મધ્યપ્રદેશમાં છે. ૨૪ ઓગસ્ટના રોજ પ્રકાશ રાજ તથા પોની વર્માની ૧૧મી વેડિંગ એનિવર્સરી હતી. પ્રકાશ-પોનીનો દીકરો વેદાંત ઈચ્છતો હતો કે તેના મમ્મી-પપ્પા તેની નજરની સામે બીજીવાર લગ્ન કરે. દીકરાની આ ઈચ્છા પૂરી કરવા માટે જ પ્રકાશ રાજે પોની સાથે બીજીવાર લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્નમાં પ્રકાશની પહેલાં લગ્નથી થયેલી બે દીકરીઓ પણ હાજર રહી હતી.

પ્રકાશ રાજે સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી છે. તસવીરો શૅર કરીને પ્રકાશ રાજે કહ્યું હતું, ‘આજે રાત્રે અમે ફરીવાર લગ્ન કર્યા, કારણ કે અમારો દીકરો વેદાંત અમારા લગ્ન જાેવા માગતો હતો.’ એક તસવીરમાં પ્રકાશ રાજ ઘૂંટણ પર બેસીને પોનીને રિંગ પહેરાવે છે તો અન્ય એક તસવીરમાં પ્રકાશ તથા પોની એકબીજાને કિસ કરે છે.

ઉલ્લેખનીય છે કે પ્રકાશ રાજે ૧૯૯૪માં તમિળ એક્ટ્રેસ લલિતા સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી પ્રકાશ રાજને બે દીકરીઓ છે. દીકરા સીધુનું પાંચ વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. ૨૦૦૯માં પ્રકાશ રાજ તથા લલિતાએ એકબીજાને ડિવોર્સ આપી દીધા હતા.૪૫ વર્ષની ઉંમરમાં પ્રકાશ રાજે કોરિયોગ્રાફર પોની વર્મા સાથે ૨૦૧૦માં લગ્ન કર્યાં હતાં. પ્રકાશ રાજ પત્ની પોની કરતાં ૧૨ વર્ષ મોટો છે. લગ્નના પાંચ વર્ષ બાદ એટલે કે ૨૦૧૫માં પોનીએ દીકરા વેદાંતને જન્મ આપ્યો હતો.

પ્રકાશ રાજે કન્નડ, તમિળ, મરાઠી, મલયાલમ જેવી વિવિધ ભાષાની ફિલ્મમાં કામ કર્યું છે. એક્ટરે ૨૦૦૯માં ફિલ્મ ‘વોન્ટેડ’થી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી. તે પછી ‘સિંઘમ’,‘દબંગ ૨’, ‘મુંબઈ મિરર’, ‘પુલિસગિરી’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘હીરોપંતી’, ‘જંજીર’ જેવી ફિલ્મ્સમાં કામ એક્ટિંગ કરી હતી. મોટાભાગની ફિલ્મ્સમાં તે વિલનના રોલમાં જ જાેવા મળ્યા. પ્રકાશ રાજ છેલ્લે વેબ સિરીઝ ‘નવરસ’માં જાેવો મળ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.