૫૮ વર્ષના સલમાન સાથે પરણવા હોબાળો કરનારી ૨૪ વર્ષની યુવતીને પોલીસે પકડી
પનવેલના ફાર્મ હાઉસના દરવાજે સલમાનને મળવાની જિદ સાથે યુવતીની ધમાલ
૫૮ વર્ષના દબંગ સ્ટાર સાથે લગ્નની જિદ કરનારી યુવતીને સમજાવીને પાછી મોકલવાના પ્રયાસ નિષ્ફળ જતાં પોલીસ બોલાવવી પડી હતી
મુંબઈ,મુંબઈમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગની ઘટના પછી વદુ એક કિસ્સો ચર્ચામાં આવ્યો છે. પનવેલ ખાતે આવેલા સલમાન ખાનના ફાર્મહાઉસની બહાર એક યુવતી પહોંચી ગઈ હતી અને સલમાન સાથે પરણવાની જિદ પકડી આ યુવતીએ ધમાલ મચાવી હતી. ૫૮ વર્ષના દબંગ સ્ટાર સાથે લગ્નની જિદ કરનારી યુવતીને સમજાવીને પાછી મોકલવાના પ્રયાસ નિષ્ફળ જતાં પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે ૨૪ વર્ષીય યુવતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સલમાન ખાન હાલ અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ પાર્ટી માટે ઈટાલીમાં છે, પરંતુ આ હકીકતથી અજાણ યુવતી પનવેલ ખાતે સલમાનના ફાર્મ હાઉસ પર પહોંચી ગઈ હતી. દિલ્હીની આ યુવતી સલમાનને મળવાની જિદ પકડી દરવાજા પર ઊભી રહી ગઈ હતી. તેને સમજાવીને પાછી મોકલવામાં આવી હતી, પરંતુ તે વારંવાર ફાર્મ હાઉસ ફરતે આંટા મારતી હતી. સલમાન સાથે લગ્ન કરવાની જિદ પકડીને યુવતીએ ધમાલ મચાવી હતી. ગામના લોકોએ યુવતીની કરતૂતોનો વીડિયો ઉતાર્યાે હતો.
જેમા યુવતી પોતાને સલમાનની ચાહક ગણાવે છે અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. યુવતીને સમજાવવાના પ્રયાસ નિષ્ફળ રહેતા ગામ લોકોએ પનવેલ તાલુકા પોલીસને બોલાવી હતી. સલમાન ખાનને સાંકળતી ઘટના હોવાથી પોલીસ તરત સ્થળ પર આવી ગઈ હતી અને યુવતીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ss1