૫ કરોડની ખંડણી માગનાર બિલ્ડર ભાદાણીની ધરપકડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
સુરત, સુરત શહેરના વરાછાના નામી બિલ્ડર દ્વારા વેસુની જમીનની મૂળ મહિલા જમીન માલિકના બોગસ અંગુઠાના નિશાન સાથે બોગસ સાટાખત અને વેચાણ કરાર બનાવી કોર્ટમાં દાવો કરવાની ધમકી આપી પચાવી પાડવા પ્રયાસ કરી તેમાંથી બચવા રૂ.૫ કરોડની માંગણી કરનાર રમેશ ભાદાણીની અટકાયત કરી છે.
જાેકે બિલ્ડર આ મામલે જેલમાં રહીને જમીન માલિકને ધમકી આપી હતી. સુરતમાં જમીન જે રીતે ભાવ વધી રહ્યા છે. તેને લઈએં સુરતમાં જમીન પર કબજાે અથવા તો તેના બોગસ સાટાખત અને દસ્તાવેજ બનાવી જમીન પર પોતાની માલિકી હક બતાવી કરોડોની જમણી પર કબજાની અનેક ફરિયાદ સામે આવી રહી છે.
ત્યારે મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ ત્રિકમનગર સોસાયટી એ-૨૨ માં રહેતા ૫૧ વર્ષીય બિલ્ડર મનજીભાઈ લક્ષ્મણભાઈ બેલડીયાની વેસુ નવા રેવન્યુ સર્વે નં.૩૩૩ વાળી ૧૬,૯૦૦ ચોરસ મીટર જમીન અને રેવન્યુ સર્વે નં.૩૩૩/૨ વાળી ૧૦,૫૦૦ ચોરસ મીટર જમીનની મૂળ મહિલા માલિકના બોગસ અંગુઠાના નિશાન સાથે બોગસ સાટાખત અને વેચાણ કરાર બનાવી કોર્ટમાં દાવો કરવાની ધમકી આપી
પચાવી પાડવા પ્રયાસ કરી તેમાંથી બચવા રૂ.૫ કરોડની માંગણી જાણીતા બિલ્ડર રમેશ ભાદાણી કરી હતી. જાેકે આ મામલે મૂળ જમીન માલિકે આ મામલે ફરિયાદ કરતા આ બિલ્ડર સાથે તેના બે એડવોકેટ, સ્ટેમ્પ વેન્ડર સહિત છ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે ગત ૧૯ ફેબ્રુઆરીના રોજ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.