૫ દિવસ ગરમી નહીં વધવાની હવામાન વિભાગની આગાહી
અમદાવાદ, રાજ્યમાં ગરમી મામલે મોટી રાહતની વાત સામે આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, ગુજરાતના લોકોને ૫ દિવસ ગરમીથી રાહત મળશે. ૫ દિવસ ગરમી નહીં વધવાની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થશે. ૫ દિવસ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળશે.
મહત્વનું છે છેલ્લા કેટલા દિવસથી કાળઝાળ ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે હવામાન વિભાગની આગાહીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ૫ દિવસ સુધી કોઈ હીટવેવની આગાહી નથી કરવામાં આવી. ફક્ત આજ માટે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટની આગાહી છે.
આવતીકાલે ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે. આવતીકાલથી તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. અમદાવાદ આજે તાપમાન ૪૫ ડિગ્રી રહી શકે છે.
તો આવતીકાલથી અમદાવાદમાં તાપમાનમાં ઘટાડો થશે તેવુ હવામાન વિભાગના એક્સપર્ટ વિજીનલાલે જણાવ્યું. બીજી તરફ, દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે, આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે. ૨૭ મે સુધીમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે. દર વર્ષ કરતા એક અઠવાડિયું વહેલું ચોમાસાનું આગમન થશે.
સામાન્ય રીતે ૧ જૂને કેરળમાં ચોમાસાનું આગમન થાય છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ૧૪ થી ૧૬ મે દરમિયાન દ્વીપસમૂહમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ ૧૫ અને ૧૬ મેના રોજ દક્ષિણ અંદામાન સમુદ્રમાં પવનની ઝડપ ૪૦-૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે.SSS