૫ બાળકો છતાં ૪ બાળકોની મા સાથે પ્રેમ થયો તો બંન્નેએ આત્મહત્યા કરી
રાયપુર: છત્તીસગઢના ગરિયાબંદમાં એક મહિલા અને એક યુવકની લાશ નદી કિનારેથી મળી આવી છે. બંનેએ ઝેર પીને જીવ આપ્યો હોવાની માહિતી મળી છે. માહિતી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે બંનેના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. બંને એક જ ગામના હતા અને પરિણીત હતા. પોલીસને શંકા છે કે, પ્રેમ પ્રકરણના કારણે બંનેએ આત્મહત્યા કરી છે. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ઘટના જુગાડ પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
પોલીસને માહિતી મળી હતી કે, એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ નદી કિનારે પડ્યો છે. ત્યારપછી ઘટના સ્થળે જઈ પોલીસે તપાસ કરતાં ખબર પડી કેતે ૩૭ વર્ષનો પરમેશ્વર મરકામ અને ૩૮ વર્ષની લલિતા યાદવના મૃતદેહો હતા. બંને બાજુના જ ગામમાં રહેતા હતા. પોલીસને ત્યાં જ ડિસ્પોઝલમાં એક લિક્વિડ પદાર્થ પણ મળ્યો. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવતા તેમણે ઝેરી દવા પીધી હોવાનું કારણ સામે આવ્યું.
પોલીસે તપાસ શરૂ કરતાં ખબર પડી કે બંને પરિણીત હતા. લલિતા વિધવા હતી અને તેના ૪ બાળકો હતા. પરમેશ્વરના ૫ બાળકો હતા. ગામમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, લલિકા અને પરમેશ્વર વચ્ચે સારા સંબંધો હતા અને બંને એકબીજા ઘરે પણ અવારનવાર આવતા જતા હતા. બંને સાથે નીકળ્યા હતા. ત્યારપછીથી બંને ગુમ હતા. આ દરમિયાન બીજા દિવસે સોમવારે બંનેની લાશો મળી હતી. આ સંજાેગોમાં પોલીસને પ્રેમ પ્રકરણ હોવાની શંકા છેે.
લલિતાના પતિ દેવી સિંહ યાદવનું ૫ વર્ષ પહેલાં મોત થયું હતું. લલિતાની ૩ લગ્ન લાયક દિકરીઓ છે. જ્યારે દિકરો ૧૦ વર્ષનો છે. જ્યારે પરમેશ્વરને બે પત્નીઓ હતી. પહેલી પત્નીથી ૩ દિકરીઓ અને બીજી પત્નીથી એક દિકરો હતો. સૌથી મોટી દીકરી ૧૪ વર્ષની છે. લલિતાના પતિ દેવી સિંહ અને પરમેશ્વર બંને મિત્રો હતા. આ સંજાેગોમાં દેવી સિંહના મોત પણ પરમેશ્વર લલિતાનો સહારો બન્યો હતો.
પરમેશ્વરે બંને પત્નીઓ માટે અલગ અલગ મકાન બનાવ્યા હતા. તે ૫૦ એકર જમીન અને બે ટ્રેક્ટરનો માલિક હતો. જ્યારે લલિતા મજૂરી અને ખાવાનું બનાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. તેની જરૂરિયાતોનું પરમેશ્વર ધ્યાન રાખતો હતો. તેમની વચ્ચેના પ્રેમની પરિવારને પણ જાણ થઈ ગઈ હતી. આ સંબંધ પરિવારને મંજૂર નહતો. લલિતાની દિકરીઓ અને પરમેશ્વરની પત્ની તેમને ટોણા મારતા હતા. બંનેના સમાજ પણ અલગ અલગ હોવાના કારણે આ સંબંધ સમાજને પણ મંજૂર નહતો.
રાજ્યમાં પ્રેમી પંખીડાઓમાં આત્મહત્યા અને હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. માત્ર જૂન મહિનામાં જ જશપુર, ગરિયાબંધ અને જાંજગીરમાં આવા ૫ કેસ સામે આવ્યા છે. જેમાં પ્રેમી જાેડાએ આત્મહત્યા કરી હોય અથવા તેમાંથી કોઈ એકે બીજાની હત્યા કરી દીધી હોય. આડા સંબંધો તેમાં મુખ્ય કારણ છે.