૫ મહિનાની તીરાને બચાવવા ૧૬ કરોડનું ઈન્જેક્શન અપાશે
મુંબઈ: મુંબઈની પાંચ મહિનાની તીરાની જિંદગી સામેની લડાઈ લડી રહી છે, લોકો તરફથી મળેલા ફંડ અને સરકારના સહયોગથી તેના જીવિત રહેવાની આશા વધી ગઈ છે. તેને Spinal Muscular Atrophy Type૧નામની બીમારી છે,
તેની સારવાર અમેરિકાથી આવતા Zolgensma ઈન્જેક્શનથી શક્ય છે, જે લગભગ ૧૬ કરોડ રૂપિયાનું છે. આ ઈન્જેક્શન પર ૬.૫ કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચૂકવવાના હોય છે. આમ આ ઈન્જેક્શનની કિંમંત ૨૨ કરોડ રૂપિયા કરતા પણ વધી જાય છે.
પરંતુ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચિઠ્ઠી પર નરેન્દ્ર મોદીએ ટેક્સ માફ કરી દીધો છે. તીરા કામત નામની પાંચ મહિનાની બાળકીને ૧૩ જાન્યુઆરીએ મુંબઈના એસઆરસીસી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના એક ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, ત્યાર પછી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.
અને જાે ઈન્જેક્શન લગાવવામાં ન આવે તો બાળકી ૧૩ મહિનાથી વધારે જીવી શકે તેમ નથી. સ્પાઈનલ મસ્ક્યૂર અટ્રોફી નામની બીમારી થવા પર શરીરમાં પ્રોટીન બનાવનાર જીન ઉત્પન્ન નથી થતા.
જેનાથી માંસપેશીઓ અને નસો ખતમ થવા લાગે છે. મગજની માંસપેશીઓની એક્ટિવિટી પણ ઓછી થવા લાગે છે. એટલા માટે શ્વાસ લેવા અને ભોજન ચાવવા સુધીમાં તકલીફ પડવા લાગે છે. એસએમએ ઘણા પ્રકારના હોય છે.
આ બીમારીની સારવાર માટે ઈન્જેક્શન એટલું મોઘું છે કે સામાન્ય માણસ માટે એને ખરીદવું શક્ય નથી. તીરાના પરિવાર માટે પણ આ મુશ્કેલી સામે ઊભી હતી. તેના પિતા મિહિર આઈટી કંપનીમાં જાેબ કરે છે.
માતા પ્રિયંકા ફ્રીલાન્સ ઈલેસ્ટ્રેટર છે. એવામાં તેમણે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યું અને આની પર ક્રાઉડ ફંડિંગ શરૂ કરી દીધું. અહીં સારો રિસ્પોન્સ મળ્યો અને અત્યાર સુધી લગભગ ૧૬ કરોડ રૂપિયા ભેગા થઈ ચૂક્યા છે. હવે આશા છે કે ઝડપથી ઈન્જેક્શન ખરીદી જઈ શકશે.
બાળકીના પિતા મિહિરના જણાવ્યા મુજબ, તીરાનો જન્મ હોસ્પિટલમાં જ થયો હતો. તે ઘરે આવી ત્યારે બધું બરાબર હતું, પણ ઝડપથી સ્થિતિ બદલવા લાગી. માતાનું દૂધ પીતી વખતે તીરાનો શ્વાસ રુંધાવા લાગતો હતો. શરીરમાં પાણીની અછત થવા લાગતી હતી. એક વખત તો અમુક સેકન્ડ માટે તેના શ્વાસ થંભી ગયા હતા. પોલિયો વેક્સિન પીવડાતી વખતે પણ તેના શ્વાસ અટકી જતા હતા. ડોક્ટર્સની સલાહ પર બાળકીને ન્યૂરોલોજિસ્ટને બતાવ્યું ત્યારે તેની બીમારીની ખબર પડી.