૫ વર્ષની ઉંમરથી મારી દીકરી ટ્રોલ થઈ રહી છે: કામ્યા
મુંબઈ, ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી તાજેતરમાં જ રાજકારણમાં જાેડાઈ છે. કામ્યા પંજાબી મુંબઈ કોંગ્રેસ સાથે જાેડાઈ છે. કામ્યાએ વર્ષ ૨૦૨૦માં દિલ્હીના ડોક્ટર શલભ ડાંગ સાથે લગ્ન કર્યા હતા. આ કામ્યાના બીજા લગ્ન છે. વર્ષ ૨૦૧૩માં કામ્યાના પ્રથમ લગ્ન તૂટી ગયા હતા.
ત્યારપછી કે અભિનેતા કરણ પટેલ સાથે રિલેશનશિપમાં હતી. કરણ સાથેના સંબંધોને કારણે તેને જજ કરવામાં આવી અને લોકોએ ખૂબ ટ્રોલ પણ કરી હતી. લોકોએ માત્ર કામ્યા પંજાબીને જ નહીં, તેની દીકરીને પણ ટ્રોલ કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી.
કામ્યા પંજાબી તાજેતરમાં જ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝાના શો લેડીઝ વર્સેઝ જેન્ટલમેન ૨માં જાેવા મળી હતી. અહીં તેણે ટ્રોલિંગની પીડા શેર કરી હતી. કામ્યા પંજાબીએ જણાવ્યું કે, લોકોએ મારા માટે તો ખરાબ વાતો કરી જ, તેમણે મારી દીકરીને પણ આ બધામાં બાકાત નથી રાખી.
કામ્યાએ જણાવ્યું કે, લોકો ભલે મને લાખ વાતો સંભળાવી જાય, પરંતુ જાે મારી દીકરીને કંઈ કહેશે તો હું સહન નહી કરું. હું તે લોકોનું ગળું કાપી કાઢીશ. ઉલ્લેખનીય છે કે કામ્યા પંજાબીએ વર્ષ ૨૦૦૩માં બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ ૨૦૧૩માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.
કામ્યા એક દીકરી આરા અને એક દીકરો ઈશાનની માતા છે. કામ્યાએ જણાવ્યું કે, લોકોએ મને ખૂબ ટ્રોલ કરી પણ જ્યારે એવુ કહેવામાં આવ્યું કે હું મારી દીકરીને વેચી દઈશ, તો મારી ધીરજ તૂટી ગઈ. કામ્યાએ કહ્યું- મારા પહેલા લગ્નમાં હું ઘરેલુ હિંસાનો શિકાર હતી, માટે તે લગ્નનો અંત આવી ગયો.
તે સમયે મને ટ્રોલ કરવામાં આવી. ત્યારપછી હું એક રિલેશનશિપમાં હતી, અને ત્યારે પણ મને ટ્રોલ કરવામાં આવી. કહેવામાં આવ્યું- તુ ઘરડી છે. તારા છૂટાછેડા થઈ ગયા છે. આ પણ તને છોડી દેશે. તુ પોતાની દીકરીને પણ વેચી દઈશ. કામ્યા જણાવે છે કે, મારી દીકરી પાંચ વર્ષની ઉંમરથી ટ્રોલ થઈ રહી છે.
આજે તે ૧૧ વર્ષની છે અને હજી પણ ટ્રોલિંગ ચાલુ છે. હું પોતે સહન કરી લઈશ, પણ દીકરીની વાત આવશે તો હું કોઈનું ગળું પણ કાપી શકુ છું. હું શું પહેરુ છું, શું નથી પહેરતી, મારી મરજી. જે કહેવુ હોય તે કહો, મને ફરક નથી પડતો. ઉલ્લેખનીય છે કે લગભગ સાત મહિના એકબીજાને ડેટ કર્યા પછી કામ્યા પંજાબી અને શલભ ડાંગે ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૦માં લગ્ન કર્યા હતા.SSS