Western Times News

Gujarati News

૫ વર્ષમાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પર ૪૪૬ કરોડનો ખર્ચ થયો

નવીદિલ્હી, વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસને લઇને વિપક્ષ વડાપ્રધાન પર નિશાન સાંધતું રહે છે અને વિદેશ પ્રવાસના ખર્ચનો હિસાબ માગતું રહે છે. લોકસભામાં આ વિશે પૂછવામાં આવેલા સવાલ પર વિદેશ મંત્રાલયે જવાબ આપતા કહ્યું કે, પાંચ વર્ષમાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પર ૪૪૬.૫૨ કરોડનો ખર્ચ થયો છે, પરંતુ વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસની જાણકારી સામે આવ્યા બાદ વિપક્ષની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.

લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં વિેદેશ રાજ્યપ્રધાન વી. મુરલીધરને કહ્યું કે, આ ખર્ચમાં ચાર્ટેર્ડ પ્લેનનો ખર્ચ સામેલ છે. લોકસભામાં આપેલી માહિતી મુજબ, વર્ષ ૨૦૧૫-૧૬માં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પર સૌથી વધારે ખર્ચ થયો છે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પર ૧૨૧.૮૫ કરોડની ખર્ચ થયો છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ૭૮.૫૨ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વિદેશ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, ૨૦૧૭-૧૮માં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પર ૯૯.૯૦ કરોડ રૂપિયા અને ૨૦૧૮-૧૯માં ૧૦૦.૦૨ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૯-૨૦માં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પર ૪૬.૨૩ કરોડનો ખર્ચ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ મોદી પ્રથમ વિદેશ પ્રવાસ માટે માલદીવ અને શ્રીલંકાની પંસદગી કરી હતી. માલદીપ પ્રવાસ દરમિયાન હિંદ મહાસાગરમાં ચીનના વધતા હસ્તક્ષેપને રણનીતિક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. વડાપ્રધાન મોદીનો બીજો અમેરિકાનો પ્રવાસ ઘણો ચર્ચામાં રહ્યો હતો. પીએમએ અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. જેમાં ૫૦,૦૦૦ લોકો સામેલ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.