૫.૬ની તીવ્રતાના ભૂકંપથી અફઘાનિસ્તાન ધ્રૂજ્યુંઃ ૨૬નાં મોત
(એજન્સી) કાબુલ, સોમવારે બપોરે અફઘાનિસ્તાનના પશ્ચિમ સ્થિત બદગીસ પ્રાંતમાં ભૂકંપના બે આંચકાએ તુર્કમેનિસ્તાન સાથે જાેડાયેલા સરહદી વિસ્તારને હચમચાવી નાંખ્યો હતો. રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૫.૬ માપવામાં આવી છે. આ કુદરતી ઘટનાથી ૨૬નાં મોત થયાં છે.
એક સ્થાનિક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીઓએ ભય વ્યક્ત કર્યાે હતો કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ભૂકંપથી પ્રભાવિત દૂરનાં ગામોમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે.
પ્રાંતના સંસ્કૃતિ અને માહિતી વિભાગના વડા બસ મોહમંદ સરવારીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે થયેલા વિનાશમાં ઘણા મકાનો ધરાશાયી થયાં છે. અમેરિકન જિઓલોજિકલ સર્વે અનુસાર, સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ બે વાગ્યે ૫.૬ની તીવ્રતાનો પહેલો ભૂકંપ અનુભવાયો હતો, જ્યારે ૪.૯નો બીજાે ભૂકંપ સાંજે ચાર વાગ્યે અનુભવાયો હતો.
પ્રાંતના સંસ્કૃતિ અને માહિતી વિભાગના વડા બસ મોહમંદ સરવારીના જણાવ્યા અનુસાર, પ્રાંતના દક્ષિણ ભાગમાં સ્થિત કાદિસ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે અને સૌથી વધુ જાનહાનિ થઈ છે. આ પહેલાં શુક્રવારે રાત્રે પાકિસ્તાનના ઉત્તર ભાગમાં ૫.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તેમાં કોઈ નુકસાન થયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં ૫.૬ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં ૧૦૦ કિલોમીટરની ઊંડાઈએ હતંુ. પેશાવર, માનશેરા, બાલાકોટ અને ચારસદા સહિત ખેબર-પખ્તુનખ્વાના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.