Western Times News

Gujarati News

૬૦ કચેરીઓમાં સોલાર પેનલથી વીજ ઉત્પાદનથી ૬૪ કરોડોનો કર્યો નફો

સુરત, શહેરમાં રિન્યૂએબલ એનર્જી થકી પાલિકાની ૧૧ પ્રોપર્ટીનું વીજ ઉત્પાદન વપરાશમાં ઘટાડો કરવા ૫૦ % થી વધુ સફળતા મળી, વિભાગો અને ઝોન ઓફિસ મળી ૬૦ કચેરીઓમાં સોલાર પેનલથી વીજ ઉત્પાદનમાં પાલિકાએ અંદાજે ૬૪ કરોડોનો નફો કર્યો છે.

પાલિકા વીજળીની બચત સાથે વીજખર્ચમાં ઘટાડો કરવા કમર કસી રહી છે. વાર્ષિક ધોરણે થઇ રહેલો રૂપિયા ૨૦૦ કરોડનો વીજખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે માટે સતત મથામણ ચાલી રહી છે.તેવમાં પાલિકા એ ૬૪ કરોડ બચવ્યા છે.

આ અંગે મનપા અધિકારી કે એચ ખતવાળી એ જણાવ્યું હતું કે, પાલિકાએ રિન્યુએબલ એનર્જીના અંતર્ગત જે પ્રોજેક્ટોને આવરી લીધા છે. તેમાં સૌથી વધુ સફળતા સુએઝ પંપિંગ સ્ટેશનમાં લગાવાયેલી સોલાર પેનલ અને વિન્ડ પાવર હાઇબ્રિડથી મળી રહી છે.

રાંદેર, વરાછા, ઉધના અને ઉમરા નોર્થ સુએઝ પમ્પિંગ સ્ટેશન પાલિકાને સૌથી વધુ વીજળી જનરેટ કરી આપતું સ્ટેશન બની ચૂક્યું છે. ઉમરા નોર્થ SPSના વીજ વપરાશ સામે ૮૨.૬૮ ટકા વીજળી જનરેટ થઇ રહી છે. જે રિન્યુએબલ એનર્જીથી વીજળી જનરેટ કરતી તમામ ૬૦ સાઇટમાં અવ્વલ નંબરે નોંધાઇ છે.

વધુમાં તેમણે એ પણ ઉમેર્યું હતું કે, ભવિષ્યના પ્લાનિંગ માટે અત્યારથી જ રિન્યૂએબલ એનર્જીથી વીજળી મેળવવા દૂર સુધી નજર દોડાવાઇ રહી છે. આ પ્રયોગથી પાલિકાને સોલર એનર્જી (સોલાર અને વિન્ડ પાવર) થી પાલિકા સૌથી વધુ વીજળી જનરેટ કરવનો પ્રયોગ સફળ રહ્યો છે.

રિન્યૂએબલ વીજઉત્પાદન કરવામાં પાલિકાને તબક્કાવાર સફળતા મળી રહી છે. સોલાર અને વિન્ડ પાવરથી પાલિકા વપરાશના ૩૫ ટકા ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી રહી છે. પાલિકા કચેરી દ્વારા ઝોન ઓફિસ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ પંપિંગ સ્ટેશન, પાણીની ટાંકીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, સ્મીમેર હોસ્પિટલ,પાલિકાની મુખ્ય કચેરીએ સોલાર પ્લાન્ટ તથા કેટલાક સ્થળોએ વિન્ડ પાવરના માધ્યમથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે.

૬૦ પૈકી ૧૧ ઇમારતો કહો કે, પ્રોજેક્ટમાં કરવામાં આવેલો પ્રયોગ સૌથી વધુ પુરવાર સાબિત થયો છે. વીજળીના વપરાશ સામે ૫૦ ટકાથી વધુ વીજળીનું ઉત્પાદન કરતા એકમોની યાદી નીચે પ્રમાણે છે. જેમા એકમનું નામ અને ટકાવારી આપવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.