૬૦ કિલો હાઈડ્રોપોનીક ગાંજાે જવાનો હતો પંજાબ
કચ્છ, NCB દ્વારા મુદ્રા પોર્ટ પરથી વિદેશી ડ્રગ કબ્જે કરવામાં આવ્યું છે. ગાંજાે સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મામલે છેલ્લા ૨ દિવસથી કાર્યવાહી ચાલી રહી છે. આ ડ્રગ કેનેડાથી પંજાબના ગોવિંદગઢમાં જવાનું હતું તેવી માહિતી સામે આવી રહી છે.
હાલ ૧ કન્ટેનરમાં ગાંજાે હોવાની માહિતી પણ મળી રહી છે. હાલ મુદ્દમાલની ગણતરી ચાલી રહી છે. કેનેડાના ઓન્ટેરિયોથી આ ડ્રગ સપ્લાય કરવામાં આવ્યું હતું. આ ડ્રગને ત્યાં રહેતા અમરજીત નામના વ્યક્તિએ ડ્રગ મોકલી આપ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ ડ્રગ કેનેડાથી પંજાબ જવાનું હતું.
પંજાબના ગોવિંદગઢમાં એક ફેક્ટરીમાં સપ્લાય થવાનું હતું. ૧ કન્ટેનરમાં ગાંજાે હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ પણ કાર્યવાહી ચાલી રહી છે અને મુદ્દામાલની ગણતરી બાદ સામે આવ્યું છે કે, આ ડ્રગ હાઈડ્રોપોનિક ગાંજાે છે અને જે કુલ ૬૦ કિલો હોવાનું સામે આવી રહ્યું છે.
મહત્વનું છે કે, આ ડ્રગની વિદેશમાં ખૂબ જ માંગ છે અને જેની કિંમત ૧ કિલોની ૨૦ લાખ સુધીની હોય છે. આ મામલે ૨થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે અને જેમની પૂછપરછ ચાલી રહી છે.
મહત્વ નું છે કે, આ ડ્રગ પહેલી વાર મોકલવામાં આવ્યું છે કે પછી અગાઉ પણ સપ્લાય થયુ છે અને પંજાબનો ડ્રગ માફિયા કોણ છે તે તમામ માહિતી મેળવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસમાં અન્ય મોટા ખુલાસાઓ સામે આવશે તેની પ્રબળ શક્યતાઓ રહેલી છે.
નોંધનીય વાત એ છે કે, આ ડ્રગને ખુબજ આસાનીથી ઉગાડી શકાય છે અને ભારતમાં મળતા ગાંજા કરતા ખૂબ અલગ અને તીવ્ર હોય છે. જેથી વિદેશમાં તેની ખુબ વધારે ડિમાન્ડ પણ છે. આ ડ્રગ પંજાબમાં કોની પાસે જઈ રહ્યું હતું તે શોધવા માટે એનસીબીની અલગ અલગ ટિમો કામ કરી રહી છે અને તપાસમાં તમામ લોકોના નામ સામે આવી શકે છે.SSS