૬૦ દિવસમાં પ૦ કરોડ લોકોને રસી આપવાનો વિચાર, જાણો કઈ રીતે
(એજન્સી) નવીદિલ્હી, વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીએ નાણાંમંત્રી નિર્મલા સીતારામને દેશમાં રસીકરણ અભિયાનને ગતિ આપવા માટે પ્રાઈવેટ કંપનીઓને પણ સાથે જાેડવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યુ હુ કે ખાનગી સેક્ટરની સાથે મળીને દેશમાં માત્ર ૬૦ દિવસમાં જ કોરોના વાયરસ વિરૂધ્ધ પ૦ કરોડ રસીકરણ કરવામાં મદદ મળી શકે છે.
પ્રેમજીએ કહ્યુ હતુ કે મને લાગે છે કે જાે સરકાર પ્રાઈવેટ ઇન્ડસ્ટ્રીઝને પોતાની સાથે જાેડશે તો આપણે ચોક્કસપણે બે મહિનાની અંદર જ પ૦ કરોડ લોકોને વેક્સિન આપી શકીએ છીએ. તેમણે બેગ્લુરૂ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત એક કાર્યર્ક્રમમાં ભાગ લેતા કહ્યુ હતુ કે એ એક વ્યવહારીકતા છે. તેમણે જણાવ્યુ હતુ કે જાે ખાનગી ભાગીદારીીને મંજુરી આપવામાં આવે છે તો રસીકરણના દરમાં જબરજસ્ત વૃધ્ધી થશે.
પ્રેમજીએ કહ્યુ હતુ કે કોવિડ-૧૯ વિરૂધ્ધ રસી રેકોર્ડ સમયમાં વિકસિત કરવામાં આવી છે. અને હવે તેને મોટા પ્રમાણમાં લગાવવાની છે. જાે કે અઝીમ પ્રેમજીએ એક બાબત પર સહમતિ વ્યક્ત કરી છે કે સરકાર સારૂ કરી રહી છે. તેમણે સુચન કર્યુ છે કે ખાનગી ભાગીદારીથી રસીકરણ દરને ગતિ આપવામાં મદદ મળશે.
તેમણેે કહ્યુ હતુ કે એવી શક્યતાઓ છે કે આપણે સીરમ ઈન્સ્ટીટ્યુુટને લગભગ ૩૦૦ રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે વેક્સિન પુરી પાડવાનુૃ કહી શકીએ છીએ. અને હોસ્પીટલો, પ્રાઈવેટ નર્સિગ હોમ, ૧૦૦ રૂપિયા પ્રતિ ડોઝના હીસાબે આપી શકીએ છીએ. એટલા માટે ૪૦૦ રૂપિયા એક ડોઝની સાથે વસ્તીનુૃ સામુહિક રસીકરણ કરવું શક્ય છે.