૬૦ લાખ ટન ખાંડની નિકાસ કરવા માટે સરકારનો ર્નિણય
નવી દિલ્હી, કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે મોદી કેબિનેટે એક મહત્વનો ર્નિણય લીધો છે. સરકારે ૬૦ લાખ ટન ખાંડની નિકાસ કરવાનો ર્નિણય લીધો છે, જેનાથી થનારી આવક, સબસિડીથી ૫ કરોડ ખેડૂતોને સીધો લાભ થશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે આ જાણકારી આપી હતી.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે સરકારે ૬૦ લાખ ટન ખાંડ નિકાસ પર્ સબસિટી આપવાનો ર્નિણય કર્યો છે. ખેડૂતોના ખાતામાં સીધી સબસિડી જમા થશે. આ સબસિડી પાછળ ૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત ૧૮૦૦૦ કરોડ રૂપિયાની આવક પણ ખેડૂતોને મળશે.
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા પ્રમાણે આ ર્નિણયથી દેશના ૫ કરોડ લોકોને ફાયદો થશે. આ ઉપરાંત ૫ લાખ કામદારોને પણ તેનો લાભ થશે. મંત્રીના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહની અંદર જ ૫૦૦૦ કરોડ રૂપિયા સુધીની સબસિડી ખેડૂતોને મળવા લાગશે. ૬૦ લાખ ટન ખાંડને ૬ હજાર રૂપિયા પ્રતિ ટનના હિસાબે નિકાસ કરવામાં આવશે.
પ્રકાશ જાવડેકરના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ખાંડનું ઉત્પાદન ૩૧૦ લાખ ટન જેટલુ થશે તેની સામે દેશમાં ખાંડની ખપત ૨૬૦ લાખ ટનની છે. ખાંડના ભાવ પણ ઓછા હોવના કારણે ખેડૂતો અને ઉદ્યોગો સંકટમાં છે. જેનો ઉકેલ લાવવા માટે ૬૦ લાખ ટન ખાંડની નિકાસ પર સબસિડી આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા આંદોલનો વચ્ચે મોદી સરકારે મોટી સંખ્યામાં ખેડૂતો માટે લાભકારી ર્નિણય લીધો છે. એ પણ ત્યારે જ્યારે સરકાર કૃષિ કાયદા મામલે ખેડૂતોને મનાવવાનો પ્રયાસ કરી રહી છે.
પ્રકાશ જાવડેકરના જણાવ્યા પ્રમાણે પૂર્વોત્તરમાં વિજળી વ્યવસ્થામાં સુધાર લાવવા માટે નવા બજેટને મંજૂરી આપવામાં આવી છે. પહેલા સરકાર તેના પર ૫ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરતી હતી પરંતુ હવે તેમાં વધારો કરીને ૬૭૦૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે. આમ કરવાથી એક ટ્રાંસમિશન લાઈનને પ્રોત્સાહન મળશે અને ૨૪ કલાક વિજળીના લક્ષ્યને પણ પુરૂ કરી શકાશે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, સરકાર તરફથી સ્પેક્ટરમની હેરાજી કરવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો છે. આ અગાઉ સ્પેક્ટ્રમની ૨૦૧૬માં હરાજી કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારે ટેલિકોમ ક્ષેત્ર માટે રાષ્ટ્રીત સમિતિ બનાવવાનો પણ ર્નિણય લીધો છે.SSS