૬૦ વર્ષથી ચાલતી રૂ ૧ માં ટીફીનની ચાલતી સેવા લોકડાઉનમાં શરૂ થઈ
કપડવંજ માં ચાલતી માનવ સેવા મંડળ ના સમાજ સેવકો ની રાજુઆતથી સેવા ફરી શરૂ થઈ
કપડવંજ માં ગરીબ અને વયોવૃદ્ધ જરૂરિયાતમંદો ને શહેર ની માનવ સેવા મંડળ દ્વારા સવાર અને સાંજ ફક્ત રૂ ૧ માં બે ટાઈમ ભોજન છેલ્લા ૬૦ વર્ષથી આપવામાં આવે છે હાલમાં આવા ૯૦ જેટલા વયોવૃદ્ધ અને ગરીબ નાગરિકોને રૂ ૧ માં ટિફિન આપવામાં આવે છે પરંતુ હાલ કોરોના વાયરસના લોકડાઉન ના સંજોગોમાં આ ૯૦ વયોવૃદ્ધ ને પારાવાર મુશ્કેલીઓ પડી રહી હતી આમાં લગભગ એક અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવ્યું હતું
આ સંજોગોમાં સંસ્થાના પ્રમુખ પંકજભાઈ શાહ ટ્રસ્ટી હરિવદન તલાટી જીલ્લા ભાજપ મહામંત્રી ગોપાલ શાહ મ્યુ સદસ્ય ચિન્ટુભાઈ પટેલ દ્વારા કપડવંજ પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર બી.એન.મોડ ને કરતા અઠવાડીયાથી બંધ પડેલી આ યોજના ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી પી.એમ ના કહેવા પ્રમાણે વૃદ્ધોની સેવા અને કોઇ ગરીબ ભૂખે ન રહે તે હેતુ અહીંથી શરૂ થયો છે વર્ષોથી ચાલતી આ યોજનાના કર્મચારીઓ અને લાભાર્થીઓ માટે સમય મર્યાદા બાંધી ને એક ટાઈમ નું ટિફિન લઈ શકે તેવો પાસ આપીને સગવડ ઊભી કરવામાં આવી હતી માનવતાવાદી પ્રવૃત્તિને વેગ આપવા આર્થિક સહાય અધિકારીઓએ કરી માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)