૬૦ વર્ષથી વધુની વ્યક્તિને એર ઈન્ડિયાની ટિકિટ અડધા ભાવે

પ્રતિકાત્મક
નવી દિલ્હી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવાઇ મુસાફરી કરનાર સીનિયર સીટીઝન યાત્રીકોને ખુબ મોટી ભેટ આપી છે. દેશમાં ૬૦ વર્ષથી ઉપરના કોઇ પણ વ્યક્તિને હવે એર ઇન્ડિયાની ટીકિટ અડધા ભાવે મળશે. મંત્રાલય દ્વારા બુધવારે આ જાણકારી આપવામાં આવી હતી.
એર ઇન્ડિયાની વેબસાઇટ પર આ યોજનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે અનુસાર આ નિયમોનું પાલન કરવાનું રહેશે. આ યોજનાનો લાભ લેનાર ભારતીય નાગરીક હોવો જાેઇએ. ભારતમાં વસતો વરિષ્ઠ નાગરીક જે યાત્રા તિથિએ ૬૦ વર્ષનો થઇ ચુક્યો હોવો જાેઇએ. ઇકોનોમી કેબીનમાં પસંદ થયેલ બુકિંગ શ્રેણીમાં ૫૦% ભાડુ ચુકવવાનું રહેશે.
ભારત ભરમાં મુસાફરી કરી શકાશે. ટીકિટ મેળવ્યા પછી ૧ વર્ષ સુધીમાં મુસાફરી કરી શકાશે. સાત દિવસ પહેલા ટીકિટ બુક કરાવવાની રહેશે. એર ઇન્ડિયાએ આ યોજના પહેલા પણ જાહેર કરી હતી. જાે કે હવે મંત્રાલયે આની મંજૂરીની મહોર લગાવી દીધી છે.
એર ઇન્ડિયાને સરકાર પ્રાઇવેટ હાથોમાં આપવાનો પ્રયત્ન કરી રહી છે. હાલમાં જાણકારી આપવામાં આવી છે કે ટાટા ગ્રુપ એક વાર ફરીથી એર ઇન્ડિયાનુ સંચાલન કરી શકે છે. ટાટા સમુહે એર એશિયા ઇન્ડિયા દ્વારા ઈઓઆઈ દાખલ કર્યુ છે. એર એશિયામાં ટાટા સમુહની મોટાપ્રમાણમાં ભાગીદારી છે.SSS