Western Times News

Gujarati News

૬૦ વર્ષમાં ૬૦૦ પૃથ્વીવાસીઓએ અવકાશયાત્રા કરીઃ નવો વિક્રમ સર્જાયો

ઐતિહાસિક સ્પેસએક્સ અંતરિક્ષયાનનું સુકાન ભારતીયના હાથમાં

વોશિંગ્ટન, સ્પેસએકસનું અવકાશયાન ચાર અવકાશયાત્રીઓને લઈને સ્પેસ સ્ટેશન પહોંચ્યુ તે સાથે જ એક અનોખો વિક્રમ બન્યો હતો. ૬૦ વર્ષમાં ૬૦૦ પૃથ્વીવાસીઓ અંતરિક્ષની યાત્રા કરી ચૂકયા છે. ૧૯૬૧માં રશિયન અવકાશયાત્રી યુરી ગાગરિને અંતરિક્ષયાત્રા કરી હતી. જર્મનીના મથાયસ માઉરર ૬૦૦મા અવકાશયાત્રી બન્યા હતા.

સ્પેસ એકસના અવકાશયાનમાં ચાર અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. અમેરિકાએ રવાના કરેલા આ અવકાશયાનમાં જર્મનીના મથાયસ માઉરર સવાર થયા હતા અને તેમના નામે અનોખો વિક્રમ બન્યો હતો. મથાયસ માઉરર ૬૦૦મા પૃથ્વીવાસી છે, જેમણે અવકાશયાત્રા કરી હોય. ૧૯૬૧માં રશિયન પાયલટ યુરી ગાગરિન અંતરિક્ષયાત્રા કરનારા પ્રથમ માનવી બન્યા હતા. તે પછી ૬૦ વર્ષમાં ૬૦૦ પૃથ્વીવાસીઓએ અવકાશયાત્રા કરી છે.

ઈલેન મસ્કના સ્પેસએકસ અવકાશયાનને નાસાએ લોંચ કર્યું હતું. નાસા- સ્પેસએકસનું અવકાશયાન એક સપ્તાહ પછી લોંચ થયું હતું. ખરાબ વાતાવરણના કારણે નિયત સમય કરતાં તેને મોડું લોંચ કરાયું હતું. મેક્સિકોની ખાડીમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણ ખૂબ જ ખરાબ હતું, તેના કારણે સ્પેસ સ્ટેશન માટે રવાના થનારા અને પાછા આવનારા- એમ બંને યાનોને થોડા સમય માટે રોકી રાખવામાં આવ્યા હતા.

રસપ્રદ બાબત એ છે કે અવકાશ સંશોધનમાં અમેરિકાનો દબદબો રહ્યો છે. ચંદ્ર ઉપર અમેરિકાએ પ્રથમ વખત માનવીને ઉતારવાનું શ્રેય મેળવ્યું હતું, પરંતુ અંતરિક્ષમાં પ્રથમ માનવી મોકલવાનો યશ રશિયાના નામે બોલે છે. એ જ રીતે ૬૦૦મા અવકાશયાત્રી પણ અમેરિકન નહી, પરંતુ જર્મન નાગરિક છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.