૬૦ વર્ષીય વૃદ્ધે બાળકી સાથે અડપલાં કર્યાનાં આક્ષેપ બાદ નરોડા પોલીસમાં ફરીયાદ
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં મહીલાઓ માટે વાતાવરણ અસુરક્ષીત બનતું જણાઈ રહ્યુ છે હાલમા બનેલા કેટલાક બનાવોને પગલે પ્રજામાં રોષ વ્યાપી ગયો છે અને ગુનેગારોને સજા આપવાની માગ કરવામાં આવી રહી છે આ Âસ્થતિમાં શહેરમાં નરોડા પોલીસ સ્ટેશનમાં એક ચાર વર્ષીય બાળકી સાથે પડોશમાં રહેતા વૃદ્ધ શખ્શે અડપલાં કર્યાની ફરીયાદ નોધાતા ચકચાર મચી છે.
નરોડા પોલીસની હદમમાં આવતાં નાના ચિલોડા વિસ્તારની એક સોસાયટીમાં પરીવાર પોતાની બાળકી સાથે રહે છે તેમની સાથેના જ ઘરમાં ભાડેથી એક ૫૫ થી ૬૦ વર્ષની ઉમરનાં વૃદ્ધ રહે છે ચાર વર્ષીય બાળકી ક્યારેક વૃદ્ધાના ઘરે પણ રમવા જાય છે આ સ્થિતિ બાદ બાળકીના પરીવારે આ વૃદ્ધ ઉપર બાળકી સાથે અડપલાં કર્યાની આક્ષેપો કર્યા છે સુત્રોનાં જણાવ્યા અનુસાર વૃદ્ધે બાળકીને પોતાનાં ઘરમા બોલાવી હતી અને એકલતાનો લાભ લઈને તેની શારીરિક છેડતી કરી હતી
આ અંગે બાળકીએ પોતાની મમાતાને જાણ કરતાં તેમણે પરીવારને ઘટના અંગે જણાવ્યુ હતુ બાદમા નરોડા પોલીસે આ અંગે પોકસોની ફરીયાદ દાખલ કરી હતી. પરીવારમાં ગંભીર આક્ષેપો બાદ નરોડા પોલીસ આ કેસની ઝીણવટ પૂર્વક તપાસ ચલાવી રહી છે અને તમામ પુરાવા એકત્ર કરી રહી છે ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ અગાઉ પણ બનેલી છે અને વધુ એક ઘટના સાથે આવતાં નાગરીકોએ રોષ પ્રકટ કર્યો છે.