૬૧ કિલો ગાંજાે ગુજરાતમાં વેચાય તે પહેલા ઝડપી લેવાયો

પ્રતિકાત્મક
વલસાડ, દક્ષિણ ગુજરાત એ ગુજરાતમાં ડ્રગ્સ ધૂસાડવાનુ પ્રવેશદ્વાર બની ગયુ છે. આ માર્ગથી ગુજરાતમાં ઘૂસાડાતો ડ્રગ્સ અનેકવાર પકડાઈ ચૂક્યો છે. ત્યારે વધુ એકવાર વલસાડમાંથી માતબર રકમનો ગાંજાે પકડાયો છે. વલસાડ રૂરલ પોલીસે મુંબઇથી સુરત જતી કારમાંથી ગાંજાે ઝડપી પાડ્યો છે.
વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલજી રાઠોડ વાહન ચેકિંગમાં હતા, તે દરમિયાન તેમને આ ગાંજાે પકડવામાં સફળતા મળી છે. તેમણે પોલીસ ચેકિંગ માટે રોકેલી કારમાંથી ૬૧ કિલોનો ગાંજાે મળી આવ્યો છે. મહારાષ્ટ્ર પાસિંગની એસયુવી કારમાં હેરાફેરી થતો નશીલો પદાર્થ માર્કેટમાં વેચાય તે પહેલા જ પકડાઈ ચૂક્યો છે.
૬૧ કિલોનો ગાંજાે કુલ ૬ લાખની કિંમતનો છે. આ ગાંજાે કારના ચોર ખાનામાં સંતાડાયો હતો. પોલીસ પૂરપરછમાં સામે આવ્યું કે, આ ગાંજાે ઓરિસ્સાથી મુંબઈમાં લાવવામાં આવ્યો હતો, અને મુંબઈથી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે આ સાથે જ ૨ આરોપીઓની પણ ધરપકડ કરી છે. તેમજ ૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત નશીલા પદાર્થની હેરાફેરીને પકડવા પોલીસે કમર કસી છે. કચ્છ હોય કે વલસાડ અને સુરત ગુજરાત પોલીસે નશીલા પદાર્થને હેરાફેરીને અસફળ બનાવી છે.SSS