૬૧ વર્ષીય સસરો ૩૩ વર્ષની પુત્રવધૂને ભગાડી ગયો!
કન્નુર: પ્રેમમાં અંધ બનવાના અનેક કિસ્સા તમે સાંભળ્યા છે. કેરળના કન્નુર શહેરમાંથી આવો જ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૬૧ વર્ષીય વ્યક્તિ પ્રેમમાં અંધ બનીને એક ૩૩ વર્ષીય મહિલાને ભગાડી ગયો હતો. આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ તેની પુત્રવધૂ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જાેકે, બંને પોલીસના હાથમાં લાગ્યા નથી. બંને કોચી ખાતેથી ફરાર થઈ ગયા છે. સસસા સાથે ભાગી જનાર પુત્રવધૂને બે સંતાન છે. મહિલા પોતાના સાત અને ૧૦ વર્ષના બે બાળકોને ઘરે મૂકીને ભાગી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે સસરા સાથે ભાગી જનારી રાનીનું પિયર કોટ્ટાયમ છે.
રાની એક હૉસ્પિટલ ખાતે રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. આ દરમિયાન તેને એમ્બ્યુલન્સના ડ્રાઇવર સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદમાં બંનેએ પરિવારની મરજીથી લગ્ન કરી લીધા હતા. ૧૨ વર્ષના લગ્ન જીવનમાં બંનેને બે સંતાન છે. સમય જતા રાની તેના સસરાના પ્રેમમાં પડી હતી. ઘરમાં જ્યારે આ વાતની ખબર પડી ત્યારે બબાલ થઈ ગઈ હતી. આ મામલાને લઈને અનેક વખત આસપાસના લોકો અને પોલીસે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા.
સગા-સંબંધીઓની અનેક ચેતવણીને અવગણીને રાની અને તેના સસરાએ પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યો હતો. આખરે રાનીના પતિએ તેણીને તેના પિયરમાં મોકલી દીધી હતી. જાેકે, બીજા જ દિવસે રાનીના સસરાએ તેને લેવા માટે એક વાહન મોકલ્યું હતું. જેના બીજા દિવસે બંને ફરાર થઈ ગયા હતા. આ મામલે ૬૧ વર્ષીય વ્યક્તિની પત્ની એટલે કે પુત્રવધૂના સાસુએ પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે બંનેના મોબાઇલ ફોનના લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી. આ માટે પોલીસે પય્યાન્નૂરની અનેક હોટલોમાં તપાસ પણ કરી હતી.
જાેકે, બંને હાથમાં આવ્યા ન હતા. જે બાદમાં બંનેએ પોતાના મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા. કેરળમાં ફેબ્રુઆરીમાં આવો જ એક બનાવ સામે આવ્યો હતો. અહીં એક ૨૬ વર્ષની મહિલા તેના પતિના મિત્રના ૫૨ વર્ષીય પિતા સાથે ફરાર થઈ ગઈ હતી. મહિલા તેના પતિ અને બાળકોને છોડીને ભાગી હતી. જે બાદમાં મહિલાના પતિએ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે તેની ગુરુવયુર ખાતેથી ધરપકડ કરી હતી.
પોલીસે આ મામલે જણાવ્યું હતું કે મહિલા જેની સાથે ભાગી હતી તેની સાથે તેને લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા અવારનવાર તેના પતિના મિત્રના ઘરે આવતી જતી રહેતી હતી.