૬૫૦૦ પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો માટે મોડાસા સહીત તાલુકા મથકે ધરણા પ્રદર્શન
રાજય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો પડતર અંગે વારંવારની રજૂઆત બાદ પણ કોઈ હકારાત્મક નિર્ણય નહીં આવતા અખિલ ભારતીય પ્રાથિમક શિક્ષક સંઘના નેજા હેઠળ આંદોલન કરવા માટે નિર્ણય લેવાયો હતો. જે સંદર્ભે આજે શનિવારે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા સહીત ૬ તાલુકા મથકે ૬૫૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકો ધરણા પર બેસી સરકારની નીતિ રીતિ સામે વિરોધ કર્યો હતો. શિક્ષકો દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
સરકારના કોઈપણ કાર્યક્રમો હોય, સરકારની કોઈપણ યોજનાઓ હોય, લોકો સુધી પહોંચાડવાનું અને વિદ્યાર્થીઓના ભણતર,ગણતર અને ઘડતરનું કાર્ય શિક્ષકો સુપેરે કરે છે પણ શિક્ષકોના કેટલાક પ્રશ્નો કેટલીક માંગણીઓ વર્ષોથી વણ ઉકેલી પડી છે જેથી કરીને જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વિવધ પ્રશ્નો માટે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો
જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગારપંચની સંપૂર્ણ અમલવારી તા.1/1/16ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકોને સમાનરૂપે લાગુ કરવી, ઉચ્ચતર પગાર ધોરણ સી.સી.સી.પરીક્ષા પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખથી આપવા બાબત તેમજ તા.30.6.16 પછી મુદત વધારવા બાબત, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.4200/-ગ્રેડ પે ચાલુ રાખવા બાબત, એસ.પી.એલ. રજા અન્ય જિલ્લાની જેમ મંજૂર કરવી, છેવાડાના તાલુકાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોના દશ વર્ષના બોન્ડ નાબૂદ કરવા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકને અલગ ગ્રેડેશન આપવા બાબત વખતોવખત રજૂઆતો કરવા છતાં આ બધા જ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવતો ન હોય
તા.30.11.19 ના રોજ બપોરના 12.00 થી સાંજના 5.00 સુધી તાલુકા મથકે મોટી સંખ્યામાં અખિલ ભારતીય શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે જીલ્લા મથક મોડાસા અને અન્ય ૫ તાલુકા મથકો ખાતે શિક્ષકો ધરણા ઉપર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને ધરણા દ્વારા પોતાની લાગણી અને માંગણી સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ મામલતદારને આવેદનપત્ર આપી સરકાર સુધી તેમની માંગણીઓ પહોંચાડવા અને ન્યાયની માંગ કરી હતી