૬૬ ટકા શહેરી અને ૬૨ ટકા ગ્રામીણ લોકોએ પોતાનો ભરોસો PM મોદી મુકયો
નવીદિલ્હી: કોરોના મહામારીની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકાર પર વારંવાર સવાલો કરતા જાેવા મળે છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે ભાજપ સરકાર કોરોનામાં સ્થિતિ કાબુ કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. ઘણા લોકો એવું પણ માને છે કે પ્રધાનમંત્રી મોદીએ સ્થિતિને ખૂબ સારી રીતે સંભાળી છે નહીં તો સ્થિતિ વધુ ગંભીર બની શકી હોત.
મોદી સરકારને સત્તામાં આવ્યાને ૭ વર્ષ પુરા થઈ ગયા છે. તેમના કાર્યોને લઈને, પ્રધાનમંત્રીની લોકપ્રિયતાને લઈને અને કોરોના સંકટમાં સરકારે લીધોલા પગલાઓને લઈને લોકો શું માની રહ્યા છે તેના પર એક ખાનગી ન્યૂઝ ચેનલે સર્વે કર્યો છે. સર્વેમાં એક મહત્વનો સવાલ લોકોને એ પુછવામાં આવ્યો હતો કે કોરોના સંક્રમણની સ્થિતિમાં કોણ વધુ સારી રીતે પરિસ્થિતિ સંભાળી શકે? નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી?
આ સવાલના જવાબમાં ૬૬ ટકા શહેરી અને ૬૨ ટકા ગ્રામીણ લોકોએ પોતાનો ભરોશો પીએમ મોદી પર મુક્યો છે. તેમણે જણાવ્યું કે, આ સ્થિતિમાં પીએમ મોદી જ બરાબર છે. ત્યાંજ ૨૦ ટકા શહેરના અને ૨૩ ટકા ગામના લોકોએ કહ્યું કે રાહુલ ગાંધી કોરોના સંકંટને વધુ સારી રીતે સંભાળી શક્યા હોત.