૬૯ ટકા ભારતીયો હજુ પણ કોરોનાની રસી લેવાના પક્ષમાં નથી
નવી દિલ્હી: હાલમાં દેશમાં કોરોનાના રસીકરણની તૈયારી શરુ થઇ ગઈ છે, રસીકરણ શરુ થવાને માંડ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને મોટાભાગે દેશના બધા રાજ્યોમાં ફ્રન્ટલાઈન વર્કસને અને આરોગ્ય કર્મીઓને વેક્સિનેટ કરવાની બધી તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે, ત્યારે ભારતનો સામાન્ય નાગરિક આ રસીકરણ વિષે શું વિચારે છે તેનો મોટો ખુલાસો એસ સર્વેમાં થયો છે.
મહત્વનું છે કે આ સર્વેમાં દેશના ૨૨૪ જિલ્લામાં રહેવા વાળા લગભગ ૧૮ હજાર જેટલા લોકોની પ્રતિક્રિયાઓને સામેલ કરવામાં આવી હતી. આ સર્વેમાં જવાબ દેનારા લોકોમાંથી ૬૯ ટકા પુરુષો હતા અને ૩૧ ટાકા મહિલાઓ સામેલ હતી. તે જ સમયે તેમાં ૫૧ ટકા લોકો ટાયર ૧ ૩૧ ટકા લોકો ટાયર ૨ અને બાકીના ૧૮ ટકા લોકો ટાયર ૩ – ૪ અને ગ્રામીણ વિસ્તારોમાંથી હતા.
અત્યાર સુધીમાં દુનિયામાં માત્ર ફાઇઝર, મોડર્ના અને એસ્ટ્રાજેનેકા કંપનીની જ વેક્સિનને જ મોટા ભાગે મંજૂરી મળી છે, ચીને પોતાની સિનોવેક અને રશિયાએ સ્પુટનિક વીને મંજૂરી આપી છે પરંતુ તેમની વિશ્વસનીયતા પર લોકોને ભરોસો નથી, જાે કે ભારતમાં જે કોવીશીલ્ડ અને કોવાકસિનની વૅક્સિનને મંજૂરી અપાઈ છે તેના કરતા લોકોએ કહ્યું હતું કે તેમને મોડર્ના અને ફાઇઝરની રસી પર વધુ ભરોસો છે અને માટે સરકારે રસીકરણ માટે મોડર્ના અને ફાઇઝરની રસીને જ મંજૂરી આપવી જાેઈએ એવું ૬૧ ટકા લોકોએ માન્યું હતું.
લોકલ સર્વે નામની એક કંપની દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર લોકો હજુ પણ રસીની સાઈડ ઇફેકટને લઈને ચિંતિત છે અને ડિસેમ્બર ૨૦૨૦ થી જાન્યુઆરી ૨૦૨૧ સુધી લગભગ ૬૯ ટકા લોકો રસી મૂકાવવાને લઈને ના પડી ચૂક્યા છે અને આ પરિણામો ખાસ બદલાયા નથી.
આ કારણની સિવાય ભારતમાં જનસંખ્યા, રસી માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપૂર્તિ, વિતરણ વ્યવસ્થા, સ્ટોરેજ વગેરેને લઈને હજુ પણ લોકોના મનમાં ભરોસો નથી. મહત્વનું છે કે ડીસીજીઆઈ એ હજુ હાલમાં જ ભારત બાયોટેકની કોવાકસિનને ૧૨ વર્ષથી ઓછી વયના બાળકોમાં ટેસ્ટિંગ કરવા માટેની મંજૂરી આપી છે,
જાે કે સર્વેના પરિણામો અનુસાર માત્ર ૨૬ ટકા લોકોએ જ તેમના બાળકોને કોવિડની વેક્સિન લગાવવા માટેની તૈયારી બતાવી હતી, તેના સિવાય ૫૬ ટકા વાલીઓનું માનવું હતું કે તેઓ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી રસીના આંકડા અને પરિણામ જાેશે અને તેના પછી આગળ વિચાર કરશે. જાે કે ૧૨ ટકા વાલીઓએ પોતાના બાળકોને રસી મૂકાવવાનો નનૈયો ભણી દીધો હતો.