Western Times News

Gujarati News

૬ મહિને તપાસ કરાવી તો ગર્ભ નહીં પણ ચરબીની ગાંઠ નીકળી

Files Photo

પાલનપુર: પાલનપુરના વડલીવાળા પરા વિસ્તારમાં રહેતી અને પોતે ગર્ભવતી હોવાનું માનતી મંજુલા મકવાણા મહિલા જાે સમયસર હોસ્પિટલ ન ગઈ હોત તો તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત. તે છેલ્લા છ મહિનાથી પીરિયડ્‌સમાં ન થઈ હોવાથી અને તેનું પેટ પણ ફુલેલુ રહેતું હોવાથી તે પ્રેગ્નેન્ટ હશે તેવું પરિવારજનો માનવા લાગ્યા હતા.

મંજુલાના પેટમાં અચાનક અસહ્ય દુખાવો ઉપડતાં જ્યારે તેને હોસ્પિટલ લઈ જવાય ત્યારે જાણ થઈ કે, તે પ્રેગ્નેન્ટ નથી પરંતુ તેના પેટમાં દોઢ કિલોની ગાંઠ છે. જે બાદ ગાયનેકોલોજિસ્ટે તરત જ ઓપરેશન કરીને તે ગાંઠને કાઢી હતી.

મંજુલા મકવાણા મજૂરી કામ કરીને ઘર ચલાવે છે. પોતે પ્રેગ્નેન્ટ છે તેવું માનીને ૬-૬ મહિના સુધી હોસ્પિટલમાં તપાસ કરાવવા નહોતી ગઈ. જાે કે, અચાનક પેટમાં દુઃખાવો થતાં તેઓ પાલનપુરની મહિલા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

જ્યાં ડ્યૂટી કરી રહેલા સ્ત્રી રોગ નિષ્ણાત ડો. ધવલ ધારાણીએ તપાસ કરતાં પેટમાં બાળક નહીં પણ દોઢ કિલોની ગાંઠ જાેવા મળી હતી. મહિલાના સંબંધીઓએ જણાવ્યું કે, તેના પરિવારજનો છ મહિનાથી એવું જ માનતા હતા કે તે પ્રેગ્નેન્ટ છે. પરંતુ અચનાક પેટમાં દુઃખાવો થતાં ચરબીની ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું.

ટેકનોલોજીના જમાનામાં તબીબી ક્ષેત્રે આધુનિક સુવિધા ઉપલબ્ધ છે ત્યારે ગર્ભવતી મહિલાઓએ સમયસર ડોક્ટર પાસે તપાસ કરાવી લેવી જાેઈએ, તેવી સલાહ ડો. ધવલ ધારાણીએ આપી હતી. તેમણે તેમ પણ કહ્યું કે, ઘણી વખત આવી બેદરકારી મહિલાનું જીવન જાેખમમાં મૂકી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.