Western Times News

Gujarati News

૬ વર્ષથી નાની ઉંમરના બાળકોના ઓનલાઈન ક્લાસ પર પ્રતિબંધ મૂકવા હાઈકોર્ટમાં PIL કરાઈ

અમદાવાદ: શહેરમાં ૬ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ચાલતી પ્રી-સ્કૂલ ઈન્સ્ટીટ્યૂટ જેવી કે કિન્ડરગાર્ટન્સ અને પ્લે ગ્રુપ્સના ઓનલાઈન ક્લાસને બંધ કરાવા હેતુથી સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.

લોકડાઉન દરમિયાન કેટલાય પ્લેગ્રુપ્સ દ્વારા ઓનલાઈન ક્લાસ લેવાતા હોવાના ઉદાહરણ સાથે અરજકર્તાના વકીલ રાહીલ જૈને દલીલ કરી કે પ્લેગ્રુપ્સ કે કિન્ડરગાર્ટનનો હેતુ છે બાળક વધારે શારીરિક એક્ટિવિટી દ્વારા શીખે. આ તેના સમાન ઉંમરના બાળકો સાથે સામાજિકરણ માટે બનેલું છે. પ્રી-સ્કૂલની ઉંમરમાં શીખવાનો કોઈ શૈક્ષણિક હેતુ હોતો નથી. આથી ૬ વર્ષથી નાની ઉંમરના બાળકોને ઓનલાઈન ક્લાસમાં ન બેસાડવા જોઈએ.

PIL કર્ણાટક અને મહારાષ્ટ્રનું ઉદાહરણ અપાયું હતું, જેમાં સરકારે ધોરણ ૫ સુધીના બાળકોને ઓનલાઈન ક્લાસ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એવી પણ દલીલ કરાઈ હતી કે આ માત્ર ફી વસૂલ કરવાની રીત છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ ૬ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે શીખવાની આવી કોઈ રીત સૂચવતા નથી. આ તેમના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે.

હાઈકોર્ટે આ કોવિડ-૧૯ અને લોકડાઉનના કારણે સર્જાયેલી આ સમસ્યાને સાંભળીને સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. પાછલા અઠવાડિયે ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ જે.બી પારડીવાલાએ રાજ્ય સરકારને ભલામણ કરી હતી કે ઓનલાઈન શિક્ષણ માટે પદ્ધતિની તપાસ કરે.

હાઈકોર્ટે સરકારને સ્કૂલના ઓનલાઈન શિક્ષણનો ટાઈમ નક્કી કરવા કહ્યું હતું. કોર્ટે કહ્યું, સમય એક સમાન હોવો જોઈએ. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કે જા કોઈ પરિવારમાં ત્રણ બાળકો છે અને શિક્ષણ ઓનલાઈન છે તો જુદા જુદા ધોરણના ત્રણેય બાળકો કોમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ નહીં કરી શકે. મિડલ ક્લાસ પરિવાર એકથી વધારે લેપટોપ-કોમ્પ્યુટર કે ટીવી અફોર્ડ ન કરી શકે. આવી સ્થિતિમાં પરિવારનો અન્ય બાળક ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જાય છે.

આ ઉપરાંત હાઈકોર્ટે નાના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ યોગ્ય છે કે નહીં તેના પર વિચાર કરવાની ભલામણ કરી હતી. બાળકોને સતત લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસવાથી તેમના સ્વાસ્થ્ય અને દૃષ્ટિ પર અસર થાય છે. કોર્ટે નોંધ્યું કે, એક્સપટ્‌ર્સનો પણ એવો જ મત છે કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોને ઓનલાઈન ક્લાસ ન લેવા જાઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.