૭પ ગામમાં ૮૦૦ ટીમ દ્વારા વેક્સિનેશન

ગાંધીનગર, રાજ્યના નાગરીકોને કોરોનાથી રક્ષિત કરવા માટે વેેક્સિન અમોઘ શસ્ત્ર પૂરવાર થઈ ગયુ છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર દસ્તક અભિયાનનો પ્રારંભ કરીને ઘરે ઘરે જઈ વેક્સિન આપશે. રાજ્યમાં આગામી ૧પ દિવસમાં દરરોજ ૭પ૦ થી ૮૦૦ જેટલી ટીમો બનાવી ૭પ ગામમાં જઈને વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતુ કે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણયો લેવાયા હતા. જે સંદર્ભેે મુખ્યમંત્રીએ દરેક સંબંધિત વિભાગોને સુચનાઓ પણ આપી દીધી છે. રાજ્યમાં આગામી નવ દિવસમાં ઘરે ઘરે જઈને વેક્સિનેશનની કામગરીી હાથ ધરાશે. જેમાં દરેક જીલ્લામાં ૭પ ટીમો બનાવાશે.
અને રોજના ૭પ ગામોને આવરી લેવામાં આવશે. તેમણે જણાવ્યુ હતુ કે રાજ્યમાં ૬પ લાખ નાગરીકોને બીજાે ડોઝ લેવાના બાકી હતો. તેમને શોધીનીે પપ લાખ લોકોને બીજાે ડોઝ આપી દેવામાં આવશે.