૭૦ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ, નવા ૮૪,૩૩૨ કેસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/corona-10.jpg)
Files Photo
ભારતમાં હાલના સમયમાં ૧૧ લાખથી ઓછા એક્ટિવ કેસ, ૨૪ કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિન અપાઈ, રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૯૯૮૫ થયો
નવી દિલ્હી: શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૮૪,૩૩૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪,૦૦૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૩,૫૯,૧૫૫ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૪,૯૬,૦૦,૩૦૪ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૭૯ લાખ ૧૧ હજાર ૩૮૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧,૨૧,૩૧૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧૦,૮૦,૬૯૦ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૬૭,૦૮૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શનિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૧ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૭,૬૨,૩૨,૧૬૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે શનિવારના ૨૪ કલાકમાં ૧૯,૨૦,૪૭૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૮૧ કેસ નોંધાયા છે. જેની સામે ૧૨૫૬ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૯ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૯૯૮૫ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૩૬ ટકા છે. અત્યાર સુધીમાં ૧,૯૭,૩૫,૮૦૯ વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આજે કુલ ૨,૮૬,૪૫૯ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૭૨ સુરતમાં ૮૫, વડોદરામાં ૮૮, રાજકોટમાં ૩૪, જૂનાગઢમાં ૨૯, જામનગરમાં ૧૯, ગીર સોમનાથમાં ૧૫, ગાંધીનગર, અમરેલી, ભરુચમાં ૧૨-૧૨, આણંદમાં ૧૧, નવસારી, મહીસાગરમાં ૧૦-૧૦, ખેડા, પોરબંદરમાં ૯-૯, વલસાડમાં ૮, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ૭-૭, પંચમહાલ, સાબરકાંઠામાં ૬-૬, મહેસાણામાં ૫ સહિત કુલ ૪૮૧ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૯ દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં ૨ જ્યારે સુરત, મહીસાગર, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર અને તાપીમાં ૧-૧ દર્દીઓના મોત થયા છે.
બીજી તરફ અમદાવાદમાં ૨૩૨, સુરતમાં ૨૦૯, વડોદરામાં ૨૯૪, રાજકોટમાં ૪૧, જામનગરમાં ૫૩, મહેસાણામાં ૧૫૨, પાટણમાં ૧૧૧, જૂનાગઢમાં ૬૬, ભાવનગરમાં ૫૩ સહિત કુલ ૧૫૨૬ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. ગુજરાતમાં અત્યારે કુલ ૧૧૬૫૭ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૨૯૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૧૩૬૧ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૯૭૭૩૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.