૭૦ લાખથી વધારે ડેબિટ-ક્રેડિટ કાર્ડનાં ડેટા ઓનલાઇન લિક થયા
નવી દિલ્હી: ભારતીય સાઇબર સિક્યુરિટી રિસર્ચર, રાજશેખર રાજાહરિયાએ દાવો કર્યો છે કે ૭૦ લાખથી વધુ ભારતીય ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ સાથે જાેડાયેલો પ્રાઇવેટ ડેટા ઓનલાઇન લીક થયો છે. રાજાહરિયાને આ જાણકારી ડાર્ક વેબ ફોરમના માધ્યમથી મળી છે, જ્યાં આ ડેટાનો સંભવિત ગ્રાહકોને વેચવામાં આવી શકે છે. સુરક્ષાના હિસાબથી જાેઈએ તો આ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જાેડાયેલી પ્રાઇવેટ જાણકારીનો ઉપયોગ અનેક પ્રકારની ખોટી સાઇબર એક્ટિવિટી માટે કરવામાં આવી શકે છે. રિપોર્ટ મુજબ કહેવામાં આવે છે કે લીક થયલા કુલ ડેટાની સાઇઝ ૧.૩૦ જીબી છે. રાહતની વાત એ છે કે લીક થયેલા ડેટામાં એવી કોઈ જાણકારી નથી,
જેની મદદથી કોઈ ફાઇનાન્સિયલ ટ્રાન્સફર થઈ શકે. જાે કે, આ ડેટામાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના નંબર વિશે જાણકારી નથી. પરંતુ તેમાં કાર્ડ હોલ્ડર્સના ફોન નંબર્સ, ક્રેડિટ કાર્ડ ટાઇપ, ઇનકમ સ્ટેટસ, વાર્ષિક આવક, જન્મતિથિ, શહેર અને કેટલાક મામલામાં ઓળખ પત્ર વિશે જાણકારી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડેટામાં લગભગ ૫ લાખ પાન નંબર પણ છે. આ ડેટાથી જાણવા મળે છે કે તેને અલગ-અલગ સોર્સથી એકત્ર કરવામાં આવ્યો છે. શક્ય છે કે બેંકોના થર્ડ પાર્ટી સર્વિસ પાર્ટનર્સે જ આવી સંવેદનશીલ જાણકારીઓ અસુરક્ષિત રીતે રાખી છે.
અનેક શહેરોના કાર્ડહોલ્ડર્સની જાણકારી લીક નોંધનીય છે કે, લીક થયેલા ડેટામાં મોટાભાગના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દેશના અલગ-અલગ શહેરોથી છે. આ ડેટા સાથે જાેડાયેલા એક ફોલ્ડર ડાર્ક વેબ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. શક્યતા છે કે તેને વેચી દેવામાં પણ આવશે. જાેકે, આ ડેટામાં રહેલી જાણકારીને લઈને એ જાણવું મુશ્કેલ છે કે હાલના માહોલમાં અટેકર્સ માટે આવી જાણકારી કેટલી કામની પુરવાર થઈ શકે છે.
મીડિયા રિપોર્ટમાં રાજાહરિયાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ડેટા લીક વિશે સોથી પહેલા જાણકારી સીઈઆરટી-ઈનને આપી હતી. સીઈઆરટી-ઈન દેશની સાઇબર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે. જાેકે, હજુ સુધી તેમને સીઈઆરટી-ઈનની ટીમ તરફથી કોઈ જવાબ નથી મળ્યો.