Western Times News

Gujarati News

૭૦ વર્ષના વૃદ્ધ આંખે મીંચ્યા વિના સુરજ સામે જોતા રહ્યા

નવી દિલ્હી,  સૂરજના તાપને સહન કરવું કોઈના ગજાની વાત નથી. સૂર્યના આકરા કિરણો તરફ તો તમે પાંચ સેકન્ડ પણ ન જાેઈ શકો. તમને સાંભળીને નવાઈ લાગશે કે એક વ્યક્તિએ પૂરા કલાક સુધી સૂર્ય તરફ એકીટસે જાેવાનો કારનામો બતાવ્યો છે.

આપણા જ દેશના એક વડીલે સૂરજથી આંખ મિલાવાનો અદભુત રેકોર્ડ બનાવી નાખ્યો છે. ૭૦ વર્ષના રિટાયર્ડ સરકારી ઓફિસર એમએસ વર્મા એક કલાક સુધી સૂરજને કોઈ ચશ્મા પહેર્યા વગર જાેતા રહ્યા. આ દરમ્યાન તેમણે પોતાની આંખો પણ નથી પટપટાવી. ઉત્તર પ્રદેશના રહેવાસી આ વૃદ્ધની સાધનાએ નેશનલ રેકોર્ડ બનાવી નાખ્યો છે.

તેમણે ડોક્ટરોની હાજરીમાં આ રેકોર્ડ બનાવ્યો અને પોતાનું નામ ઇન્ડિયાઝ બુક ઓફ રેકોર્ડ્‌સમાં નોંધાવી નાખ્યું. એમએસ વર્માનો આ રેકોર્ડ એમ જ નથી બન્યો. તેઓ છેલ્લા ૨૫ વર્ષથી આની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ એક ગુરુજીથી પ્રભાવિત થઈને આ કરતબ કરવા ઇચ્છતા હતા.

આ માટે તેમણે ડોક્ટરો અને ઇન્ડિયાઝ બુક ઓફ રેકોર્ડ્‌સના પ્રતિનિધિઓની હાજરીમાં સીધા સૂરજની સામે બેઠાં અને ૧ કલાક સુધી આંખ પટપટાવ્યા વિના તેની તરફ જાેતાં રહ્યા. ડોક્ટરો મુજબ તેમની આંખો સંપૂર્ણ સ્વસ્થ છે.

આ પહેલા એક વ્યક્તિએ ૧૦ મિનિટ સુધી એકીટસે સૂરજ બાજુ જાેઈને આ રેકોર્ડ બનાવ્યો હતો, પણ એમએસ વર્માનો રેકોર્ડ આનાથી ઘણો આગળ છે. તેઓ હવે પોતાના આ કારનામાને ગિનીઝ વર્લ્‌ડ રેકોર્ડ્‌સમાં નોંધાવવા માગે છે.

કહેવાય છે કે સૂરજ તરફ સતત જાેવાથી આંખોમાં દર્દ થવા લાગે છે અને રેટીના ડેમેજનું જાેખમ પણ હોય છે. તો પણ આ ૭૦ વર્ષના વૃદ્ધને કોઈ મુશ્કેલી થઈ નથી.

એક કલાક આંખ ખુલ્લી રાખીને સૂરજ તરફ જાેયા બાદ તેમણે હસતા-હસતા ફોટો પણ પડાવ્યો. તેઓ સૂર્યને જાેવાના ફાયદા પણ જણાવે છે. કેટલાક યોગગુરુ પણ આ રીતે સૂર્ય તરફ જાેવાની પ્રેક્ટિસને આંખો માટે ઉપચાર ગણાવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.