૭૧ બેઠકોમાંથી ૫૫ બેઠકો મહાગઠબંધનને મળે તેવો દાવો
પટણા, બિહારમાં પહેલા તબક્કાનું મતદાન પુરૂ થઇ ગયું છે .૭૧ બેઠકો પર મતદારોએ ભારે મતદાન કર્યું છે મતદારોમાં કોરોનાનો ભય દેખાયો ન હતો.આ દરમિયાન મહાગઠબંધને પહેલા તબક્કાની મધ્ય ચુંટણી બાદ ૫૫થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે મહાગઠબંધનના તમામ પક્ષોએ પોતાના કાર્યકરોને સચેત કર્યા અને કહ્યું કે જયાં સુધી સરકારની વિદાય ન થાય ત્યાં સુધી જાેશમાં કમી ન આવવા દો.
પહેલા તબક્કાના મતદાન બાદ રાજદના નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રી મંત્રી પદના ચહેરા તેજસ્વી યાદવે કહ્યું હતું કે બિહારની જનતાને ટુંક સમયમાં નીતીશ સરકારથી મુક્તિ મળી જશે જનતા રાહ જાેઇને બેઠી હતી કે નીતીશકુમારને તેમનું સ્થાન બતાવી દેવામાં આવે બિહારમાં નીતીશ સરકારે કોઇ કામ કર્યું નથી. વિકાસના નામે લોકો સાથે છેંતરપીડી કરી છે.બિહારમાં હવે મહાગઠબંધનની સરકાર ટુંક સમયમાં બનવાની છે અને તેની શરૂઆત પ્રથમ તબક્કાના મતદાનથી થઇ ગઇ છે.HS