૭૨ગામ પરગણા સમુહ લગ્નોત્સવમાં ૬૦ નવયુગલો શુક્રવારે પ્રભુતામાં પગલાં માંડશે
મોડાસા,
ઇડર તાલુકાના દરામલી ખાતે ૭૨ગામ પરગણા સમુહ લગ્નોત્સવમાં ૬૦ નવયુગલો શુક્રવારે તા.૧૩.૫.૨૦૨૨ ના રોજ સવારના ૭ કલાકે પ્રભુતામાં પગલાં માંડશે. માનવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ ઈડરના પ્રમુખ, ઉપપ્રમુખ મંત્રીશ્રીઓ કારોબારી સભ્યોએ જણાવ્યા મુજબ ૭૨ગામ પરગણા સમુહ લગ્નોત્સવ દરામલી તા ઈડર મુકામે આયોજન કરવામાં આવેલ છે.
આ સમુહ લગ્નોત્સવ માં માનવ જીવન ચેરીટેબલ ટ્રસ્ટ ઈડર ના સભ્યપદ ધરાવતા સૌને હાદિર્ક આમંત્રણ છે.સદર ૭૨ ગામ સમુહ લગ્નોત્સવ માં ૬૦ નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. વરકન્યા સાથે જાનૈયા ઓ તેમજ સગાસંબંધી ઓ સાથે માનવ મેદની આશરે દશ હજાર થી વધુ ઉપસ્થિત રહેવાની શક્યત હોવાથી જરૂરી વાહન વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થાના ભાગ રૂપે માનવ જીવન ચેરીટેબલ ટ્રસ્ટ ઈડર ના તમામ સભ્યો ,યુવાનો માનવ મેદની અને ટ્રાફિક વ્યવસ્થા માટે ખડેપગે સેવા આપે એવી અપીલ કરાઈ છે.