૭૩મા ગણતંત્ર દિને વરુણ ધવને ફરકાવ્યો ધ્વજ
મુંબઈ, ૨૬ જાન્યુઆરીએ ભારતનો ૭૩મો ગણતંત્ર દિવસ છે. આજનો દિવસ દેશવાસીઓ રાષ્ટ્રપ્રેમના જુસ્સા સાથે ઉજવી રહ્યા છે. ભારતીયો આજના ખાસ દિવસને આનંદ અને ગર્વ સાથે ઉજવી રહ્યા છે ત્યારે બોલિવુડ સેલિબ્રિટીઝ પણ સોશિયલ મીડિયા દ્વારા સૌને આજના દિવસની શુભકામના પાઠવી રહ્યા છે. એક્ટર વરુણ ધવનને ૨૬મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવાનું સૌભાગ્ય મળ્યું છે.
વરુણ ધવન હાલ મહારાષ્ટ્રમાં એક રિસોર્ટમાં રજાઓ ગાળી રહ્યો છે. અહીં જ તેને ૨૬મી જાન્યુઆરીએ ધ્વજારોહણ કરવાની તક મળી હતી. વરુણ ધવને ધ્વજારોહણ કરતો પોતાનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
વિડીયોમાં જાેઈ શકો છો કે એક્ટર વ્હાઈટ સ્વેટશર્ટ અને જિન્સમાં ધ્વજારોહણ કરી રહ્યો છે. જ્યારે રિસોર્ટનો સ્ટાફ સલામી આપે છે. વરુણે આ વિડીયો શેર કરતાં લખ્યું, “આપ સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના. આપણા પ્રજાસત્તાક દિવસે ધ્વજારોહણ કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.
હું સ્કૂલમાં હતો ત્યારે કોઈ દિગ્ગજ વ્યક્તિ ધ્વજારોહણ કરવા માટે આવતી હતી અને મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મને આવું કંઈક કરવાનું કહેવામાં આવશે. કૃતજ્ઞતા અનુભવું છું. #ProudIndian. ધ્વજા ફરકાવવાની તક મળવી સન્માનની વાત છે અને વરુણને ૨૦૨૨માં આ મોકો મળતાં તેની ખુશીનો પાર નથી. વરુણના ફેન્સ પણ ફેવરિટ એક્ટરને ધ્વજારોહણ કરતો જાેઈને ખુશ-ખુશ થઈ ગયા છે.
જણાવી દઈએ કે, બે દિવસ પહેલા જ વરુણ ધવન પોતાની પહેલી વેડિંગ એનિવર્સરીને લઈને ચર્ચામાં હતા. ૨૪ જાન્યુઆરીએ વરુણ અને પત્ની નતાશાની પહેલી વેડિંગ એનિવર્સરી હતી ત્યારે એક્ટરે લગ્ન અને પ્રી-વેડિંગ ફંક્શનની અનેક સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી.
વરુણ અને નતાશાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, વરુણ ધવન હવે ક્રિતી સેનન સાથે ફિલ્મ ‘ભેડિયા’માં જાેવા મળશે. આ સિવાય ‘જુગ જુગ જિયો’માં કિયારા અડવાણી, નીતૂ કપૂર અને અનિલ કપૂર સાથે જાેવા મળશે.
આ ફિલ્મમાં મનીષ પોલ અને પ્રાજક્તા કોલી પણ મહત્વના રોલમાં છે. ‘જુગ જુગ જિયો’ ૨૪ જૂન ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. જ્યારે ‘ભેડિયા’ ૨૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.SSS