૭૩ મું સ્વાતંત્ર્ય પર્વ : રાજ્યકક્ષાની ઉજવણી છોટાઉદેપૂરમાં
મુખ્યમંત્રીશ્રી નવરચિત છોટાઉદેપૂર જિલ્લામાં ધ્વજવંદન કરાવશે |
રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ વિવિધ જિલ્લામાં ત્રિરંગો ફરકાવી ધ્વજવંદના કરાવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ૭૩માં સ્વાતંત્રય પર્વ ૧પ-ઓગસ્ટ-ર૦૧૯ના સવારે ૯ કલાકે છોટાઉદેપૂરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવવાના છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરાવશે. સ્વતંત્રતાના આ ૭૩માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ વિવિધ જિલ્લામાં ધ્વજવંદન કરાવશે. ૭૩માં સ્વતંત્રતા પર્વે રાજ્યના ૧૦ જિલ્લાઓમાં જિલ્લા કલેકટરશ્રીઓના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમો યોજાવાના છે.
તદ્દઅનુસાર, નવસારીના જલાલપોરમાં, ડાંગના સુબીરમાં, મોરબીના હળવદ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, મહિસાગરના બાલાસિનોર, અરવલ્લીના મોડાસા, બોટાદના ગઢડા તેમજ ગીર સોમનાથના વેરાવળ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં તથા પોરબંદર જિલ્લાના મુખ્યમથક પોરબંદરમાં સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીઓ ધ્વજવંદન કરાવશે.